ધન્ય છે : આ સેવાભાવીઓએ પોતાની લેન્ડ રોવર કાર એમ્યુલન્સ તરીકે આપી દીધી

0
2080

જામનગર : જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતાએ સેવાની અનોખી ધૂણી ધખાવી કોવિડ આઈસોલેશન સેન્ટર શરુ કર્યું છે. વિપક્ષી નેતાના સેવાકાર્યમાં એક સેવા ભાવીનો સહયોગ મળ્યો અને તેઓએ પોતાની મોઘેરી કાર એમ્યુલન્સ તરીકે આપી દીધી આ હોસ્પિટલને,

જામનગરમાં વોર્ડ નંબર ૧૨માં ખોજા નાકા વિસ્તારમાં વિપક્ષી નેતા અલ્તાફ ખફીએ સેવાનો જ્યોત જલાવી ૫૦ બેડની કોવીડ હોસ્પિટલ શરુ કરી છે. રાજકીય નેતાના આ કાર્યને ચોતરફથી  બહોળો પ્રતિસાદ મળ્યો છે અને આ સેવાકાર્યને તમામ નાગરિકોએ બિરદાવ્યું છે. ત્યારે આ સેવામાં સહાયરૂપ થવા ભરતભાઈ પ્રજાપતિ અને મુન્નાભાઈ ગેરેજ વાળાએ દર્દીઓને હોસ્પિટલમાં મુકવા માટે પોતાની મોંઘેરી કાર એમ્બ્યુલસ તરીકે ફ્રી સેવા માટે આપી છે. આ સેવાભાવીઓના મદદભાવને પણ શહેરીજનોએ વધાવી લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here