જામનગર : મહિલા એસડીએમની ટીમે મેડીકલ કોલેજની કેન્ટીનનો કબજો લીધો, જાણો કેમ ?

0
1721

જામનગર : જામનગરમાં એમપી શાહ મેડીકલ કોલેજમાં વર્ષોથી કાર્યરત કેન્ટીનને આજે બંધ કરી દેવામાં આવી છે.  ૧૫ વર્ષ પૂર્વે જ પરવાનો પૂર્ણ થઇ જવા છતાં આ કેન્ટીન ચાલુ રાખવામાં આવતા તંત્રએ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી. કોર્ટે આપેલ સ્ટેની મુદ્દત પૂર્ણ થતા આજે તંત્રએ કેન્ટીન ખાલી કરાવી કબજો લીધો હતો.

જામનગરની ખ્યાતનામ મેડીકલ કોલેજમાં આવેલ કેન્ટીન વર્ષ ૨૦૦૬થી વિવાદમાં આવી છે. સરકારી માલિકીની આ કેન્ટીન રમેશચંદ્ર એન્ડ કુ.ના નામથી વિનોદચંદ્ર કનખરા સંચાલન કરી રહ્યા હતા. જેને લઈને નિયમોના ભંગ સબબ ડે.ક્લેક્ટર દ્વારા કેન્ટીન ખાલી કરી દેવા નોટીસ પાઠવવામાં આવી હતી. ધ ગુજરાત પબ્લીક પ્રીમાઈસીસ (અન ઓથોરાઈઝ્ડ ઓક્યુપાન્ટ્સ) એકટ, 1972 ના કાયદા અનુસાર કરવામાં આવેલ આ કાર્યવાહી વચ્ચે સંચાલક કોર્ટમાં ગયા હતા અને તા. ૨૮ એપ્રિલ સુધીનો સ્ટે લઇ આવ્યા હતા. જેની મુદત પૂર્ણ થતા આજે મહિલા અધિકારી આસ્થા ડાંગરની આગેવાની નીચે તંત્રએ કેન્ટીન ખાલી કરાવી કબજો લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here