કોરોના કહેર : નવા દર્દીઓમાં તોતિંગ ઉછાળો, ૭૨૧ નવા કેસ નોંધાયા, મૃત્યાંક ઘટ્યો

0
390

જામનગર : જામનગર જિલ્લામાં કોરોના નું સંક્રમણ કાબુ બહાર વહ્યું ગયું છે અને છેલ્લા એક સપ્તાહ થી કોરોના નુ ભયાનક રૂપ જોવા મળ્યા પછી આજે કોરોનાના મૃત્યુ મામલે થોડી જોવા મળી રહી છે. અને કોરોના ના દર્દીઓ ના મૃત્યુનો આંકડો આજે  ૬૧ નો થયો છે.જોકે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો રેકોર્ડ બ્રેક ૭૨૧ ના  આંકને વટાવી ગયો છે. જામનગર શહેરનો કોરો ના ના દર્દીઓ નો આંકડો ૪૦૦ ને કુંદાવી ગયો છે, અને ૪૨૧ પોઝિટિવ કેસ નોંધાયા છે, ઉપરાંત જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો આંકડો ૩૦૦ ને પાર  પહોંચ્યો છે. અને ૩૧૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી સમગ્ર જિલ્લામાં  કોરોના નો વિસ્ફોટ થયેલો જોવા મળી રહ્યો છે, અને લોકોએ અત્યંત સાવચેત રહેવું જરૂરી છે. જયારે શહેરના ૩૫૩ અને ગ્રામ્યના ૨૬૨ સહિત ૬૧૫ દર્દીઓને જી.જી. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ છે. કોરોનાની સારવાર દરમિયાન દર ૨૦ મિનિટે ૧ વ્યક્તિ કોરોના ની સારવાર માં ટપોટપ મૃત્યુ પામી રહયા છે.જેથી વહીવટી તંત્ર ચિંતામા મુકાયું છે. જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં સાડા પાંચ લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં  ગઇકાલે બપોર થી આજે બપોર સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં ૬૧ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૨,૬૬૨ નો થયો છે.  જોકે કોરોના ના કેસો માં આજે પણ જબરો ઉછાળો આવ્યો છે. અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૪૦૭ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૪,૨૧૯ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૩૧૪ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૬,૭૫૬ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૨૧,૦૦૦થી વધુ નો થયો છે. કુલ ૨૧,૧૮૪ લોકો કોરોના સંક્રમિત થયા છે. સાથોસાથ મૃત્યુનો દર પણ ખૂબ જ વધી ગયો છે અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે ૨,૬૬૨ થી વધુ દર્દીઓ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૫૩ અને ગ્રામ્યના ૨૬૨ મળી ૬૧૫ દર્દીઓને રજા આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here