જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા ખાતે રહેતી એક યુવતીનાં નામે એક સખ્સે ફેક આઈડી બનાવી બીભત્સ ફોટા મૂકી બદનામ કરી હોવાનો બનાવ પોલીસ દફતરે પહોચ્યો છે. પ્રહ્મ સાયબર ક્રાઇમ પોલીસને કરવામાં આવેલ અરજી બાદ ફરિયાદ કરવામાં આવી છે. એક મહિનાના ગાળામાં અજાણ્યા સખ્સે આ કૃત્ય કર્યાની ફરિયાદ નોંધી પોલીસે અજાણ્યા સખ્સ સુધી પહોચવા કવાયત હાથ ધરી છે.

ક્યારેક સબંધોમાં પડતી દરાર અને ક્યારેક સંજોગોથી બદલાતા સબંધોમાં બે વિજાતીય પાત્રો વચ્ચે હમેશા ઘર્ષણ થતું આવ્યું છે. જેનું પરિણામ હમેશા નકારાત્મક આવતું હોય છે. પરંતુ સમાજમાં એવા પણ અનેક અસામાજિક તત્વો છે જે વિના કારણે સ્ત્રી પાત્રોને બદનામ કરતા હોય છે. આવો જ એક કિસ્સો દ્વારકામાંથી સામે આવ્યો છે. જેમાં ૨૪ વર્ષીય એક યુવતીની તા.૨૩/૩/૨૦૨૧ અને ૨૬/૪/૨૦૨૧ સુધીના ગાળામાં કોઈ સખ્સે બેબીડોલ2 નાં નામે સોશ્યલ નેટવર્ક સાઈટ ઈન્સ્ટાગ્રામ પર બીભત્સ તસ્વીરો અપલોડ કરી વાયરલ કરી હતી. પરિવાર અને સમાજમાં બદનામ કરવાની મંછા સાથે કોઈ સખ્સે આ કૃત્ય કરતા યુવતી અને તેના પરિવારને જાણ થઇ હતી જેને લઈને પ્રથમ સાયબર ક્રાઈમમાં અરજી કરવામાં આવી હતી ત્યારબાદ આજે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદના આધારે પીઆઈ ગઢવી સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.