જામનગર : ભણતરનો ભાર વધુ એક વિદ્યાર્થીનીએ ભરખી ગયો, આવો છે બનાવ

0
611

જામનગર અપડેટ્સ : જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલ નંદનવન પાર્કમાં બારમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પરીક્ષાની તૈયારીના ટેન્સનમાં આવી ગળાફાસો ખાઈ જીવાદોરી ટુકાવી લેતા શહેરભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


સરકાર દ્વરા દિવાળી બાદ ફરી શાળાઓ શરુ કરવાના આપેલા સંકેતો અને મેં મહિનામાં ધોરણ દસ-બારની પરીક્ષા લેવા તરફ વિચારણા કરી છે ત્યારે જામનગરમાં પરીક્ષાની તૈયારીની ચિંતામાં રહેલ એક વિધ્યાર્થીનીએ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે જેની વિગત મુજબ, શહેરના નંદનવન પાર્ક સાઇ બાબાના મંદીર સામે  રણજીત સાગર રોડ પર રહેતી હેતલબેન દિલીપભાઇ કણજારીયા ઉ વ-૧૯ નામની વિદ્યાર્થીની ઘોરણ બારમા અભ્યાસ કરતી હોય અને તેની પરીક્ષાની તૈયારીના ટેંશનમા રહેતી હોય જેને લઈને ગઈ કાલે પોતાના રૂમમા ચુંદડી  પંખા મા બાંઘી ગળા ફસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પરિવારે જાણ કરતા સીટી એ ડીવીજન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here