એસીબી ટ્રેપ : બે પોલીસકર્મીઓને ગંધ આવી ને મુઠીઓ વાળી નાશી ગયા, વચેટીયો આવી ગયો હાથમાં

0
1453

જામનગર અપડેટ્સ : ખેડા જિલ્લાના મહેમદાબાદ પોલીસ દફતરમાં દાખલ તેઓ ક્રિકેટના સટ્ટાના કેશનો મુદ્દામાલ છોડાવવા માટે
કોર્ટમાં આપવાના થતા અભિપ્રાય માટે રૂપિયા દસ હજારની લાંચની માંગણી કરતા એસીબીએ આજે ટ્રેપ ગોઠવી હતી પરંતુ બંને પોલીસકર્મીઓને ટ્રેપની ગંધ આવી જતા સ્થળ પરથી નાશી ગયા હતા જ્યારે એસીબીએ વચેટીયા શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા જિલ્લાના મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં ક્રિકેટના સટ્ટાનો કેસ દાખલ થયો હતો. આ કેસ સંદર્ભે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નારાયણભાઇ ભરવાડ અને આલા ભાઇ જેઠાભાઇ રબારી, પોલીસ કોન્સ્ટેબલ, વર્ગ -૩નાઓએ જે તે સમયે રૂપિયા૧,૫૦,૦૦૦ લઇ આરોપીને જામીન મુકત કર્યા હતા. જામીન પર છોડ્યા બાદ પણ બંને પોલીસકર્મીઓ મુદ્દામાલ છોડવા માટે કોર્ટમાં અભિપ્રાય આપવા માટે રૂ. ૧૦,૦૦૦ની વચેટીયા મારફતે માંગણી કરી હતી. જેને લઈને ફરિયાદીએ એસીબીમાં રાવ કરી હતી. આ બાબતને લઈને ખેડા એસીબીએ આજે વચેટીયાને સાથે રાખી ટ્રેપ ગોઠવી હતી. જેમાં બંને પોલીસકર્મીઓ લાંચના નાણા અંગે હેતુલક્ષી વાતચીત કરી હતી.મહેમદાવાદ પોલીસ સ્ટેશનની બાજુના મેદાનમાં બંને પોલીસકર્મીઓ વાતચીત દરમિયાન ગંધ આવી જતા બંને મુઠીઓ વાળી નાશી ગયા હતા જ્યારે બંને કોન્સ્ટેબલનો વચેતીયો માણસ આબાદ પકડાઈ ગયો હતો. એસીબીની ટીમે આરોપી વચેટીયા કીર્તન અરવિંદલાલ સુથારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here