રાજસ્થાની બુટલેગરની પત્ની સાથે ખેડાના યુવાનને થઇ ગયો પ્રેમ…પછી થયું એવું કે…

0
697

જામનગર અપડેટ્સ : ખેડા જીલ્લાના વડતાલના રહેવાસી એક યુવાનને રાજસ્થાની બુટલેગરની પત્ની સાથે પ્રેમ સબંધ બંધાઈ ગયા બાદ બુટલેગર અને તેના મળતીયાઓએ યુવાન અને તેના મિત્રને રાજસ્થાન ઉઠાવી જઈ ધોલધપાટ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ખેડા પોલીસે રાજસ્થાની પોલીસની મદદથી મહા મહેનતે બંને યુવાનોને ઉગારી ગુજરાત લઇ આવી છે.

આ સમગ્ર ઘટનામાં પ્રેમ અને પૈસો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ખેડા જીલ્લાના ચકલાસી પોલીસ દફતરના વિસ્તારમાં રહેતા બે યુવાનોનું રાજસ્થાની બુટલેગર અને તેના મળતીયાઓએ અપહરણ કર્યું હતું. ચાર દિવસ પૂર્વે બંને યુવાનોનું રાજસ્થાનમાંથી જ અપહરણ કરી બુટલેગર ગેંગ બંનેને અજ્ઞાત સ્થળે ગોંધી રાખ્યા હતા. આ બનાવ અંગે બંને યુંવાનોના પરિવારજનોને જાણ થતા ચકલાસી પોલીસને જાણ કરવામાં આવી હતી. દરમિયાન ગુજરાત પોલીસે રાજસ્થાની પોલીસનો સંપર્ક કરી તપાસ શરુ કરી હતી. આરોપીઓના સગળ મળી જતા ચકલાસી પોલીસ રાજસ્થાન દોડી ગઈ હતી અને સ્થાનિક પોલીસની મદદ લઇ બંને યુવાનોને અપહરણકારોની ચુન્ગાલમાંથી ઉગારી લીધા હતા અને બે આરોપીઓની ધરપકડ કરી હતી. બે પૈકીના એક યુવાનને બુટલેગરની પત્ની સાથે પ્રેમ સબંધ બંધાયો હતો આ પ્રેમ સબંધની બુટલેગરને જાણ થઇ ગઈ હતી. પ્રેમ સબંધ ઉપરાંત રૂપિયાની ઉઘરાણી કારણભૂત હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે બંને યુવાનો ઉપરાંત આરોપીઓને ગુજરાત લઇ આવી પુછપરછ શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here