જામનગર : મહાનગરપાલિકા દ્વારા ટીપી સ્કીમ એકની અમલવારીના ભાગ રૂપે પોલીસહેડક્વાટર પાછળના વિસ્તારનું બંધકામ હટાવવામાં આવ્યું હતું. તંત્રએ ચારેક મકાન હટાવી ૨૫૦૦ ફૂટ જગ્યા ખાલી કરી છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા આજે ટીપી સ્કીમ એક અંતર્ગત દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ હેડક્વાટર પાછળ આવેલ વિસ્તારમાં દબાણકારોએ પાકા મકાન બનાવી દબાણ કર્યું હતું. મહાનગરપાલિકાએ આ દબાણકારોને નોટીસ આપી આખરી અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જેની મુદત વીતી જતા આજે દબાણ દુર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી..જેસીબી અને પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવેલ કાર્યવાહીમાં ચારેક મકાનો દુર કરવામાં આવ્યા હતા. અને ૨૫૦૦ ફૂટ જગ્યા ખુલી કરવામાં આવી હોવાનું ટાઉન પ્લાનિંગ શાખાના નાયબ ઈજને