જામનગર : જામનગર કોર્ટનું સરનામું બદલાઈ જશે, જાણો, ક્યાં બનશે વિશાળ સંકુલ?

0
551

જામનગર અપડેટ્સ : જામનગર શહેરની મધ્યમાં આવેલ કોર્ટ પરિસરને પડતી અગવડતાઓના નિરાકરણ અર્થે નવી જગ્યા ફાળવામાં આવી છે. વહીવટી તંત્રએ અઢી હેક્ટર જગ્યા સંપાદન કરી કાયદેશરની પ્રક્રિયા બાદ આજે કોર્ટ તંત્રને સુપ્રત કરી છે.

જામનગર શહેરની મધ્યમાં આવેલ અદાલતને વહીવટી તંત્ર દ્વારા વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે. ખુબ જ જૂની બિલ્ડીંગ હોવાથી કોર્ટ પરિસરમાં પડતી તકલીફોના નિવારણ અર્થે તંત્ર પાસેથી જગ્યાની માંગણી કરવામાં આવી છે. જુના બિલ્ડીંગ આસપાસ ટ્રાફિક સમસ્યા અને જુના બિલ્ડીંગની સમસ્યાઓ નિવારવા માટે જમીન સંપાદન કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટના એક જસ્ટીસની ટીમ દ્વારા શહેરની અનેક જગ્યાઓ જોઈ હતી જેમાં પસંદ કરવામાં આવેલ રેલ્વે સ્ટેશન સામેનું ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું છે. શહેરમાં અઢી હેક્ટર જગ્યામાં આવેલ ગ્રાઉન્ડની વહીવટી તંત્રએ પ્રક્રિયા પૂર્ણ કરી કોર્ટને આજે સુપ્રત કરી છે. અહી કોર્ટનું વિશાળ સંકુલ બનશે. જેમાં કોર્ટ સંકુલ ઉપરાંત ન્યાયાધીસો માટે આવાસની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

જામનગર કોર્ટનું આ જાજરમાન બિલ્ડીંગ આગામી સમયમાં બની જશે ભૂતકાળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here