જામનગર : આવી પક્ષ પલટાની મોસમ, સતત ત્રીજા દિવસે વધુ એક રાજકીય ખેલ, જાણો કેવું છે સમીકરણ

0
589

જામનગર : જામનગરમાં સતત ત્રીજા દિવસે રાજકીય નેતાઓ-કાર્યકરોની ઉથલપાથલ સામે આવી છે. સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે જ રાજકીય નેતાઓ-કાર્યકરોમાં પક્ષ પલટાની રાજનીતિ શરુ થઇ છે. ભાજપ-કોંગ્રેસ અને કોંગ્રેસ-ભાજપમાં આવન-જાવનની મોસમ ખીલી ઉઠી હોય તેમ આજે જીલ્લા સ્તરે રાજકીય ઉથલપાથલ થઇ છે. જેમાં સિક્કા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહીત તેની ટીમે આજે ભાજપનો પલ્લું પકડ્યો છે.

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પૂર્વે જામનગર શહેર-જીલ્લા પક્ષ પલટાનો દોર શરુ થયો છે. છેલ્લા ત્રણ દિવસથી કોઈને કોઈ નેતા ભાજપ-કોંગ્રેસનો સાથ છોડી રહ્યું છે. જામનગરમાં પ્રથમ ભાજપમાંથી કોંગ્રેસમાં ભળી રચનાબેન નંદાણીયાએ શરુઆત કરી જે હજુ યથાવત છે. આજે વધુ એક રાજકીય ખેલ સામે આવ્યો છે. જામનગર તાલુકાની સિક્કા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને તેની ટીમ આજે કોંગ્રેસથી છેડો ફાડી ભાજપમાં ભળી ગઈ છે. પૂર્વ પ્રમુખ અને તેની ટીમના અન્ય ૨૧ કાર્યકરોએ આજે ધારાસભ્ય રાઘવજી પટેલની  હાજરીમાં કેશરિયો ધારણ કર્યો હતો. સિક્કા પાલિકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જુમા હુંદડા અને તેની ટીમને આજે જામનગર જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે કેશરિયો ખેસ પહેરાવી વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. જીલ્લા ભાજપા અધ્યક્ષ મુંગરાની હાજરીમાં તમામ કોંગ્રેસીઓનું ભાજપમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલના કોંગ્રેસના લઘુમતી સેલ મોરચાના પ્રમુખ સહીત અન્ય ૨૧ કાર્યકર્તાઓનું પણ ભાજપમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here