દ્વારકા : ગાંગડી ગામ નજીક વધુ એક કમકમાટી ભર્યો અકસ્માત,જાણો શું થયું પછી ?

0
1629

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયા બાદ બપોરે બાદ સાંજે વધુ એક અકસ્માત થયો હતો. સોમનાથ-દ્વારકા ધોરી માર્ગ પર ગાંગડી ગામના પાટિયા પાસે એક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોચતા બંનેને ૧૦૮ની ટીમે પોરબંદર ખસેડી સારવાર અપાવી છે.

ખંભાલીયા-દ્વારકા ધોરી માર્ગ પર આવેલ સોનારડી ગામ પાસે આજે બે કાર વચ્ચેની ટક્કરમાં અમદાવાદના બે યુવાનો અને કલ્યાણપુર પંથકની એક યુવતી સહીત ત્રણના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ વધુ એક અકસ્માત સર્જાયો છે. દ્વારકા-સોમનાથ ધોરી માર્ગ પર કલ્યાણપુર પંથકના ગાંગડી ગામના પાટિયા પાસે આજે સાડા પાંચેક વાગ્યે દ્વારકાથી પોરબંદર જતી એક કાર ડીવાયડર સાથે અથડાઈ પલટી મારી ગઈ હતી. જેમાં કારમાં સવાર બે યુવાનોને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હતી. આ બનાવના પગલે સ્થાનિક લોકોએ જાણ કરતા ૧૦૮ની ટીમે ત્વરિત ઘટના સ્થળે પહોચી બંને યુવાનોને પોરબંદર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here