જામનગર : ખાનગી હોસ્પિટલને કડક સુચના, રેમડેસીવીર ઇન્જેક્શનના કાળા બજારી?

0
527

જામનગર : રાજ્યમાં એક માત્ર જામનગર શહેરમાં રેમડેસીવીર ઈન્જેકશનને લઈને કોઈ વિવાદ સામે આવ્યો ન હતો. પરંતુ આજે આ બાબતે એક ખાનગી હોસ્પિટલને કડક સુચના આપી, દાખવેલી બેદરકારીને લઈએ વહીવટી તંત્રએ કડક શબ્દોમાં સુચના આપી દેવામાં આવી છે.

જામનગરમાં હાલ કોરોનાને લઈને ગંભીર સ્થિતિ નિર્માણ પામી છે. દરરોજ કોરોનાંના વધુ ને વધુ દર્દીઓ સામે આવતા શહેરની કોવીડ સહીત બનાવાયેલ કેર સેન્ટરસ પણ ફૂલ થઇ ગયા છે. કલેકટર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે અન્ય જીલ્લાના દર્દીઓ જામનગર ન આવે, આવી સ્થિતિ વચ્ચે અમુક ખાનગી હોસ્પિટલમાં રેમડેસીવર ઈજેક્શનમાં ગોલમાલ કરવામાં આવતી હોવાની વિગતોને તંત્ર દ્વારા આજે ચેકિંગ કરાયું હતું. જેમાં એસટી રોડ પર આવેલ નીરજ ભટ્ટની હોસ્પિટલમાં અમુક ક્ષત્રીઓ સામે આવી હતી. જેને લઈને તંત્રએ આ હોસ્પિટલને કડક સુચના આપી દેવામાં આવી છે. સુત્રોનું માનવામાં આવે તો આ હોસ્પિટલ દ્વવારા જે નામે ઇન્જેક્શનનો જથ્થો મેળવવામાં આવ્યો હતો તે પૈકીના એક દર્દી અહી દાખલ ન હતા. જો કે તંત્ર દ્વારા સ્પસ્ટ કરવામાં આવ્યું નથી, પરંતુ બેદરકારી દાખવવા બદલ સુચના આપવામાં આવી છે એમ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here