શહેરમાં રખડતા ઢોરની સમસ્યા કેમ દુર થતી નથી ? અધિકારીઓ લાંચિયા બની ગયા છે. વાંચો

0
311

જામનગર અપડેટ્સ : જામનગર સહીત રાજયભરના મોટાભાગના શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા આમ બની છે આ રખડતા ઢોરની સાથે અમુક પશુપાલકો પોતાના ઢોરને છોડી મૂકી  શહેરી જનો માટે આફત બનતા આવતા હોવાના અનેક દાખલા છે. ત્યારે અમદાવાદમાં કેટલ કેર અધિકારી આવા જ એક પશુપાલકના ઢોર નહી પકડવાની શરત રાખી રૂપિયા વીસ હજારની લાંચની માંગી કરી લાંચ સ્વીકારતા પકડાઈ ગયા છે.

અમદાવાદ મહાનગરપાલિકાના કેટલ ન્યુસંસ કંટ્રોલ ડીપાર્ટમેન્ટમાં કેટલ કેર તરીકે ફરજ બજાવતા અધિકારી સેમસંગ વી. દેસાઈએ એક પશુપાલક પાસેથી રૂપિયા વીસ હજારની લાંચની માંગણી કરી હતી. પોતાના પાલતું પશુઓને નહી પકડાવવા માટે અધિકારીએ પશુપાલક પાસેથી લાંચની માંગણી કરી હતી. જેને લઈને પશુપાલકે સ્થાનિક એસીબીમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે એસીબીની ટીમે આજે ઈશ્વર નગર એએમટીએસ બસ સ્ટોપ પાસે, મણિનગર, અમદાવાદમાં ટ્રેપ ગોઠવી હતી. જેમાં અધિકારી પશુપાલક પાસેથી  રૂપિયા વીસ હજારની લાંચ સ્વીકારતા પકડાઈ ગયો  હતો. એસીબીએ આરોપીની અટકાયત કરી ભ્રષ્ટાચાર ધારાઓ હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી રિદ્ધિ દવે, પોલીસ ઇન્‍સ્‍પેકટર, અમદાવાદ શહેર એ.સી.બી. અને તેની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી. અને સુપરવિઝન કે. બી.ચુડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here