ખંભાલીયા : અન્ય જીલ્લામાંથી બદલી પામી આવેલ એક પીધેલા પોલીસકર્મીની કહાની

0
674

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાલીયામાં ફરજ બજાવતા એક પોલીસકર્મી ખુદ કેફી પ્રવાહી પીધેલા પકડાઈ ગયા છે. પોલીસે જ પોલીસ કર્મી સામે દારૂબંધી ધારાઓ મુજબ કાર્યવાહી કરી છે. અન્ય જીલ્લામાંથી બદલી પામી અહી આવેલ પોલીસકર્મીએ આ જીલ્લામાં પણ લખણ લટકાવતા પોલીસની કાર્યવાહી ટોકિંગ પોઈન્ટ બની છે.

ખંભાલીયા પોલીસ બેડામાં ફરજ બજાવતા અને હેડક્વાટર ખાતે રહેતા રમેશભાઇ સોંડાભાઇ રાવળ રહે- કટુડા ગામ તા- સુરેન્દ્રનગર વાળા પોલીસકર્મી ગઈ કાલે સવારે જ કંચનપુરના પાટિયા પાસે ડમડમ થઇ ટલ્લીથઇ ગયા હતા. આ બાબતની જાણ થતા જ પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઉપરોક્ત સ્થળે પહોચી ગયો હતો અને જમાદારને પોતાના કબ્જામાં લીધા હતા. પોલીસકર્મી પીધેલ હોવાનું સામે આવતા જ પોલીસે તેની સામે પ્રોહીબીશન ધારાઓ મુજબ ગુનો નોંધી અટકાયત કરી હતી. અન્ય જીલ્લામાંથી બદલી પામી દ્વારકા જીલ્લામાં આવેલ પોલીસકર્મીએ અહી પણ લખણ દેખાડી પોલીસને પ્રતિષ્ઠાને લાંછન લગાવ્યું છે. જેનું કામ આવી અસામાજિક બદીઓને દુર કરવાનું છે એ કાયદાના રક્ષક જ કાયદાનો ભંગ કરે તો અન્ય પાસેથી કેવી આશા રાખી શકાય, પોલીસે મેડીકલ પરીક્ષણ કરાવી આગળની કાર્યવાહી  કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here