કરુણતા : દર્દીને લઇ દવાખાને જતી એમ્બ્યુલન્સનો અકસ્માત, એકનું મોત

0
474

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર પડાણા ગામ નજીક પૂર ઝડપે દોડતી એક એમ્બ્યુલન્સ ઝાડ સાથે અથડાઇ જતા સજાર્યેલા અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સારવાર માટે ખસેડાતા દર્દી સહીત ત્રણને ઈજાઓ પહોચી હતી. જેમાં એક યુવાનનનું મૃત્યુ નીપજ્યું હતું. દર્દીને જામનગર લઇ આવતા ચાલકે સલામત રીતે ડ્રાઈવિંગ કરવાને બદલે પુરઝડપે વાહન હંકારી દેતા આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે.

જામનગર જીલ્લામાં અકસ્માતની વણજાર લાગી છે. ગઈ કાલે વધુ એક અકસ્માત થયો હતો.  જેમાં ખંભાલીયા ધોરી માર્ગ પરના મેઘપર ગામ પાસે ગઇકાલે જી.જે.10 એ.એ.5288 નંબરની એક એમ્બ્યુલન્સ એકાએક ઝાડ સાથે અથડાઇ જતા અકસ્માતગ્રસ્ત બની હતી. આ બનાવમાં એમ્બ્યુલન્સ અંદર સવાર અંશ વિજયભાઇ કછેટીયા (ઉ.વ.21) નામના યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેમનું મૃત્યું નિપજ્યું હતું. જયારે એમ્બ્યુલન્સમાં સવાર મૃતકના અન્ય સંબંધીઓને ઇજા પહોંચી હતી.  આ બનાવ અંગે જયેશ મોહનભાઇ કણઝારીયાએ એમ્બ્યુલન્સ ચાલક અનિલ રામજીભાઇ કછેટીયા નામના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. એક દર્દીને જામનગર લઇ આવવામાં આવતો હતો ત્યારે એમ્બ્યુલન્સના ચાલકે પૂર ઝડપે વાહન ચલાવી સ્ટ્રીયરીંગ પરથી કાબુ ગુમાવી અકસ્માત નીપજાવ્યો હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here