જામનગર : ક્યાંક મહિલાઓ, ક્યાંક વેપારીઓ તીનપતી રમતા પકડાયા

0
605

જામનગર: જામનગરમાં રણજીતનગર વિસ્તારમાં ત્રણ મહિલાઓ અને હાપા માર્કેટીંગ યાર્ડમાં આવેલ દુકાન અંદર જુગાર રમતા ત્રણ વેપારીઓને એલસીબીએ પકડી પાડ્યા છે.

જામનગરમાં રણજીતનગર પાણીના ટાંકા પાસે હાઉસીંગ મકાન એ ૩ ની નીચે જાહેરમા જુગાર રમતી પ્રતીભાબેન અતુલભાઇ ચુડાસમા રહે. રામેશ્વરનગર વીનાયક પાર્ક ગરબી ચોક પાસે ગણપતી મંદીર, હંસાબેન, જીતેન્દ્રભાઇ હીંગોરીયા રહે. સત્યમ કોલોની પરીવાર એપાર્ટમેન્ટ                 બ્લોક ૧૦૨, માઘવીબેન હીતેશભાઇ દુલાણી રહે. જામનગર વાળીઓને પોલીસે ગંજીપતાના પાના વડે પૈસાની લેતી દેતી કરી પૈસાની હારજીત કરી તીનપતી નામનો જુગાર રમતા પકડી પાડી હતી પોલીસે તમામ મહિલાના કબજામાંથી રૂપિયા રૂપિયા ૧૪,૬૦૦ની રોકડ કબજે કરી અટકાયત કરી હતી.

જયારે હાપા માર્કેટીંગ યાર્ડમાં આવેલ દુકાન નંબર એ/૭૪માં અમુક વેપારીઓ જુગાર રમતા હોવાની બાતમીના આધારે એલસીબી પીએસઆઈ આરબી ગોજીયા સહિતના સ્ટાફે પ્રિતેશભાઇ નરેન્દ્રભાઇ શેઠ રહે.પવનચકી પ્રેમચંદ શેઠ કોલોની શે.નં.૭ જેલ સામે જામનગર, સમીરભાઇ માધવજીભાઇ સોનૈયા રહે.લાલવાડી કોમ્પ્લેક્ષ ની સામે શાંતીવન સોસાયટી હર્ષદ ડેરી પાસે જામનગર, શીવમ કિશોરભાઇ સચદેવ રહે.લાલવાડી વર્ધમાનનગર નવકાર પ્રોવીઝન સ્ટોરવાળી શેરીમાં રાધેકૃષ્ણ મકાનમાં જામનગર વાળાઓને આંતરી લીધા હતા. આ તમામ વેપારીઓ પણ ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હાર જીત કરતા પકડાઈ ગયા હતા. પોલીસે તમામના કબ્જામાંથી રૂપિયા ૧૫,૫૦૦ની રોકડ અને બે મોટરસાયકલ સહિત રૂપિયા ૬૦,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here