જામનગર : ક્યાંક ટાઈ તો ક્યાંક એક આકડામાં હારજીત

0
1286

જામનગર જીલ્લાની ૧૧૯ સામાન્ય અને ૧૦ પેટા ગ્રામ પંચાયતના પરિણામ જાહેર થઇ ગયા છે. ચૂંટણીના જાહેરનામાંથી માંડી કતલની રાત (મતદાન પૂર્વેનો અંતિમ દિવસ) સુધી જામનગર જીલ્લામાં ગ્રામ પંચાયતના સરતાજ માટે એડી ચોટીનું જોર લગાવી બળુકા ઉમેદવારોએ ખરાખરીનો ખેલ ખેલ્યો છે. ગઈ કાલે પરિણામો જાહેર થયા છે જેમાં મોટાભાગના પરિણામો અપેક્ષા મુજબના જ રહ્યા છે પણ અમુક ગામડાઓમાં બાજી સમાંતર રહી છે. જયારે અમુકમાં બહુ ઓછા અંતરના મતથી હારજીત થઇ છે.

જામનગર જીલ્લાની ૧૨૯ ગ્રામ પંચાયતના પરિણામો જાહેર થઇ ચુક્યા છે. ત્યારે પરિણામો પર નજર કરીએ તો અમુક ગામમાં કસાકસીનો ખેલ ખેલાયો હતો. જામનગર તાલુકાના ધુતારપર ગામે બે મહિલાઓ વચ્ચેની સરપંચ પદની દોડ માત્ર બાર મતના અંતરે આવીને ઉભી રહી ગઈ હતી. જેમાં કાજલબેન કાછડિયાને ૧૧૨૨ જયારે તેમના પ્રતિસ્પર્ધી નીતાબેન ગલાણીને ૧૧૨૮ મત મળ્યા હતા. આમ આ ગ્રામપંચાયત માત્ર ૬ મતથી નીતાબેને જીતી લીધી છે. આ બેઠકમાં કુલ ૨૩૯૩ મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં ૧૨૮ મત અમાન્ય રહ્યા જયારે ૧૫ મત નોટોમાં પડ્યા હતા જયારે ૨૨૬૫ મત માન્ય રહયા હતા. જયારે જોડિયા ગ્રામ પંચાયતની વોર્ડ નંબર ત્રણમાં ટાઈ પડી હતી. આ બેઠક પર ચાર ઉમેદવારો વચ્ચે મત-જંગ ખેલાયો હતો. જેમાં વિજય ઘેલા પરમાર અને નીલેશ આલજી પારિયાને ૧૧૩-૧૧૩ મત મળતા બંને વચ્ચે ટાઈ થઇ હતી. દરમિયાન ચૂંટણી અધિકારીની હાજરીમાં બંને વચ્ચે ચિઠ્ઠીઓ દ્વારા વિજેતા નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં નીલેશભાઈ ભાગે વિજય ચિઠ્ઠી આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here