લ્યો બોલો, આ ઉમેદવારને પત્નીએ પણ મત ન આપ્યો, મળ્યો માત્ર એક જ મત મળ્યો

0
1357

રાજ્યભરમાં યોજાયેલ ગ્રામપંચાયતોની ચૂંટણીનાં આજે પરિણામો જાહેર થઇ રહ્યા છે. અનેક સ્થળોએ ઉલ્લાસ છે અનેક સ્થળોએ ઉદાસી વ્યાપી જોવા મળી રહી છે. એક એવી જ ઉદાસીની કહાની સામે આવી છે. વલસાડ જીલ્લાના વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે દાવેદારી નોંધાવનાર એક યુવાનને માત્ર એક જ મત મળ્યો છે. પત્ની સહિતનો પરિવાર હોવા છતાં યુવાનને એક જ મત મળતા ઉમેદવાર ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા.

રાજ્યભરની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનેક પરિવારના લોહીના સબંધીઓ એક બીજા સામે ટકરાયા હતા જેમાં એક પક્ષને નિરાશા મળી જ હશે. પરંતુ સામે પક્ષે લોહીના સબંધ ધરાવતી વ્યક્તિ જ ન હોય અને ચૂંટણીના પોતાના નામે મત પેટીમાંથી માત્ર એક જ મત નીકળે તો કેવી સ્થિતિ નિર્માણ પામે ? આવો જ દાખલો વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયતના વોર્ડ નં. પાંચમાં સામે આવ્યો છે. આ બેઠક પર સભ્યના ઉમેદવારને માત્ર 1 વોટ મળ્યો હતો. આ બેઠક પર ઉમેદવારના પત્ની સહિતના પરિવારજનોના મત છે. છતા પણ એક જ મત નીકળતા આશ્ચર્ય સાથે ઉમેદવાર વિસામણમાં મુગાઈ ગયો છે. ઉમેદવારને તેની પત્ની અને પરિવારના સભ્યોએ પણ મત પણ નહોતો આપ્યો. વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયતની ઉમેદવાર સંતોષ હળપતિને માત્ર 1 મત મળતાં તેમની સ્થિતિ કફોડીમાં મુકાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here