જામનગર : કલેકટર કચેરી સંકુલમાં એક સાથે આટલા કર્મચારીઓ આવ્યા કોરોના પોજીટીવ, લેવાયો આ મોટો નિર્ણય

0
1014

જામનગર : જામનગર કલેકટર કચેરી સંકુલમાં આવેલ સબ રજીસ્ટ્રાર સિવાયની તમામ કચેરીઓ આવતી  કાલે બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. આજે સેવાસદનમાં એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં સાત કર્મચારીઓ પોજીટીવ આવતા ખળભળાટ મચી ગયો છે. જેને લઈને તંત્રએ આવતી કાલે તમામ કચેરીઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

શહેરમાં સરૂ સેકસન રોડ ખાતે આવેલ જિલ્લા સેવા સદનમાં કાર્યરત જિલ્લા લેકટર કચેરી, સીટી સર્વે કચેરી તથા મહેસુલ સેવા સદનમાં કાર્યરત પ્રાંત કચેરી, જામનગર (શહેર), જામનગર (ગ્રામ્ય), મામલતદાર કચેરી, જામનગર (શહેર), જામનગર (ગ્રામ્ય) તથા સબ રજીસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા તમામ સરકારી કર્મચારીઓ તથા આઉટસોર્સ એજન્સી મારફત ફરજ બજાવતા તમામ કર્મચારીઓ મળી કુલ ૨૬૪ કર્મચારીઓનો કોવીડ-૧૯ અંગેનો એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે પૈકી કુલ – ૭ કર્મચારીઓનો ટેસ્ટ પોઝીટીવ આવતા ભયનો માહોલ ફેલાયો છે.

જેના લઈને તકેદારીના ભાગરૂપે આવતીકાલ તા. ૨૯-૦૮-૨૦૨૦ શનિવારના રોજ બન્ને સંકુલમાં આવેલ તમામ કચેરીઓ (સબ રજીસ્ટ્ર્રાર કચેરીમાં દસ્તાવેજ નોંઘણી માટે ઓન લાઇન ટોકન મેળવેલ હોય તે સીવાય) તથા જનસેવા કેન્દ્રોની કામગીરી જાહેર જનતા માટે બંઘ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here