ગૌ શાળાના દરવાજાને પાડી ‘તમે પશુઓને કતલખાને ધકેલો છો’ કહી સખ્સો ૩૦૦ ઢોર હંકારી ગયા, આવી છે વિગતો

0
633

જામનગર : જામનગર મહાનગર પાલિકા સંચાલિત રણજીત સાગર રોડ પર આવેલ ગૌ શાળામાં ગત રાત્રે દરવાજો તોડી અંદર ઘુસેલા છ સખ્સોએ હાજર સિક્યુરીટી ગાર્ડને ધમકાવી, પછાડી દઈ ૨૫૦ થી ૩૦૦ ઢોરને બહાર હાંકી  કાઢી નાશી ગયાની પંચકોશી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ઇકો ગાડીમાં આવેલ જામનગરના એક ક્ષત્રીય સખ્સ સહિતનાઓ સામે ફરિયાદ નોંધી શોધખોળ શરુ કરી છે.

ગૌ શાળાના ગાર્ડને ધક્કો મારી આરોપીઓ પશુઓ બહાર લઇ જતા જોવા મળે છે.

જામનગર નજીક રણજીત સાગર ડેમ પાસે આવેલ ગૌ શાળામાં શહેર અને આસપાસના વિસ્તારમાં રખડતા પશુઓને અહી રાખવામાં આવે છે. આ ગૌ શાળાએ ગત રાત્રે આઠેક વાગ્યે જીજે ૧૦ ડીએ ૨૦૦૪ નંબરની ઇકો ગાડીમાં આવેલ છ સખ્સોએ હાજર સિક્યુરીટી સ્ટાફના ભીખુભાઈ તંબોલિયાને કહ્યું હતું કે દરવાજો ખોલો, નહિતર અમે તોડી નાખીશું, જો કે ગાર્ડ દ્વારા દરવાજો નહી ખોલવામાં આવતા છએ સખ્સોએ જોરથી ધક્કો મારી દરવાજો પાડી દીધો હતો અને અંદર ઘુસી જ્યાં ઢોર રાખવામાં આવ્યા હતા ત્યાં ઘસી ગયા હતા. આરોપીઓએ ગાર્ડને ધક્કો મારતા તેઓ પણ પડી ગયા હતા અને મુંઢ ઈજાઓ પહોચી હતી. દરમિયાન ગાર્ડે સફાઈકામદાર ને ફોન કરતા તે રમેશભાઈ અહી પહોચ્યા હતા. તેઓએ આ સખ્સોને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આરોપીઓએ ૨૫૦ થી ૩૦૦ પશુઓને ગેઇટ બહાર હંકારી મુક્યા હતા.

જતા જતા એક આરોપીએ પોતાનું નામ રવિરાજસિંહ જાડેજા અને રાંદલનગરમાં રહેતો હોવાનું કહી તમારાથી થાય તે કરી લેજો એમ કહી તમે ઢોરને કતલ ખાને મોકલો છો કહી નાશી ગયા હતા. આ બનાવ બાદ મહાનગરપાલિકાના રાજભા જાડેજા સહિતનાઓ સ્થળ પર પહોચ્યા હતા અને આરોપી રવિરાજસિંહ સહીતનો સામે પંચકોશી બી ડીવીજન પોલીસમાં ગેર કાયદે ગૌ શાળામાં પ્રવેશ કરી,દરવાજો તોડી, સિક્યોરીટને ધ્ક્કોમારી પાડી દઈ ધાકધમકી આપવા બદલ આઈપીસી કલમ ૧૪૬,૧૪૭, ૪૨૭, ૪૪૭, ૩૨૩, ૫૦૪ અને પબ્લિક પ્રોપર્ટીને નુકશાન પહોચાડવા બદલ કલમ ૩-(૧,૨)મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here