ઈતિહાસ : ૫૫ વર્ષ પહેલા આજે પાકિસ્તાને દ્વારકાધીશ મંદિર પર બોમ્બબારી કરી હતી પરંતુ….જાણો સંપૂર્ણ કહાની

0
1097

જામનગર : ચાર ધામ પૈકીના એક એવા દ્વારકા પર વર્ષ ૧૯૬૫માં પાકિસ્તાને ચડી કરી જગત મંદિરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દ્વારકાધીસના મંદિર તો ઠીક પણ ગામને પણ કોઈ નુકસાની પહોચાડી શકાઈ ન હતી. આજે પણ આ ગોજારી ઘટનાને લઈને ધર્મનગરીમાં શોક મનાવવામાં આવે છે.

ભારત અને પાકિસ્તાન અલગ થયા બાદ આજ દિવસ સુધી પાકિસ્તાનની અવળ ચંડાઈ સામે આવતી જ રહી છે. વાત છે વર્ષ ૧૯૬૫ની, ભાગલાથી અસંતુષ્ટ પાકિસ્તાને ભારત પર ચડાઈ કરી છેક જામનગર જીલ્લાના દ્વારકા સુધી જહાજો સાથેની શેના આવી ચડી હતી અને ભગવાન દ્વારિકાધીશના મંદિરને ઉડાવી દેવાનો કરશો રચ્યો હતો. વર્ષ ૧૯૬૫માં દ્વાદશ એકાદશીના દિવસે કરવામાં આવેલ પાકિસ્તાની ચડાઈને લઈને સમગ્ર હાલાર પંથકના ચિંતા સાથે ભયનો માહોલ ઉભો થયો હતો. કરાચીથી પાક નેવીની એક ટુકડી જે તે દિવસે હથિયારો સાથે અરબી સમુદ્રના સીમાડા પાર કરી દ્વારકા આવી ચડી હતી અને દ્વારકાધીસના મંદિરને ઉડાવી દેવા ઢળતી સાંજે બોમ્બારી કરવા હથિયારો તાકવામાં આવ્યા, પંરતુ જે તે સમયે ઓટ આવી જતા પાકિસ્તાની નેવીને પરાણે સમુદ્ર અંદર જવા મજબુર બનવું પડ્યું હતું.

હુમલા વખતે રાત્રે નેવીએ બોમ્બ મારો ચાલુ કર્યો ત્યારે સમુદ્રના ઉતાર ચડાવને કારણે એક પણ બોમ્બ મંદિર કે દ્વારકા ગામમાં પડ્યો ન હતો. જે તે સમયે પાકિસ્તાની રેડિયો પરથી જાહેરાત થઇ હતી કે દ્વારિકા નગરી આગમેં જલ રહી હે પરંતુ દ્વારિકાને ઉણી આંચ પણ આવી ન હતી.  આ હુમલામાં ભગવાનની કૃપા અને પાકિસ્તાની નેવીની અણઆવડતને લઈને આ હુમલો નિષ્ફળ રહ્યો હતો. આજે પણ બોમ્બબારીના અવશેષો દ્વારકામાં સચવાયેલ છે.

બીજા જ દિવસે સૌ દ્વારકાવાશીઓએ ભગવાનનો પાડ માની ઉત્સવ માનવી, ધ્વજા રોહણ સહિતના કાર્યક્રમો કરી ઉજવણી કરી હતી. ભારતીય સૈન્યએ બીજા દિવસે ખેતરોમાં પડેલ બોમ્બના અવશેષો કબજે કર્યા હતા. આ અવશેષો આજે પણ દ્વારકાની શારદાપીઠ ખાતેના સંસ્કૃત એકેડેમીના મ્યુજીયમમાં રાખવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here