જામનગર: આદર્શ સોસાયટીમાં મહાજન શખ્સ રમાડતો હતો જુગાર

0
604

જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં આદર્શ સોસાયટીમાં એક મહાજન શખ્સ સંચાલિત જુગાર ધામ પર પોલીસે દરોડો પાડી એક મહિલા સહિત સાત શખ્સોને પકડી પાડ્યા છે. પોલીસે 1.23 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 

જામનગરમાં ખોડીયાર કોલોની, આદર્શ સોસાયટી, રઘુકુળ એપાર્ટમેન્ટ ફલેટ નંબર ૧૦૫માં રહેતો સંજયભાઇ વિરચંદભાઇ પેથડ નામનો શખ્સ પોરના મકાનમાં જુગાર રમાંડતો હોવાની હકીકતને આધારે એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન ફ્લેટ માલિક ઉપરાંત રામનીરંજન દુર્ગાદત ખાટુવાલા મારવાડી  રહે. ખોડીયાર કોલોની રાજનગર શેરી નંબર-૪, જામનગર મુળ- લક્ષ્મણગઢ, પોસ્ટ ઓફીસ પાસે, તા.લક્ષ્મણગઢ જી.સીકર રાજસ્થાન,  અનીલભાઇ પરબતભાઇ ગાગીયા આહીર  રહે. જકાતનાકા પાસે, વિજયનગર, યશ હેર આર્ટની બાજુમાં જામનગર મુળ- મોટાઆશોટા તા.કલ્યાણપુર, મહેશભાઇ વસંતભાઇ પંડયા બ્રાહમણ રહે. કામદાર કોલોની, મેઇન રોડ, શુકવીર એપાર્ટમેન્ટ બ્લોક નંબર બી-૧૦૧, જામનગર

દયાળજીભાઇ માધાભાઇ ધારવીયા સતવારા ઉવ.૪૫ ધંધો મજુરી રહે. ખીમરાણાગામ, મોરાવાડી તા.જી.જામનગર, અનિરૂધ્ધભાઇ ગોરધનભાઇ ચોવટીયા પટેલ રહે. કેવડીયાવાડી, શેરી નંબર-૧ કિષ્ટલ કોર્નર, બ્લોક નંબર ૧૦૧, એમ્યુઝમેન્ટ પાર્ક પાસે, જામનગર અને  સરોજબેન અશ્વિનભાઇ પ્રેમજીભાઇ પંડયા બ્રાહમણ રહે. કામદાર કોલોની, શેરી નંબર-૩ જામનગર  વાળા આબાદ પકડાઈ ગયા હતા. પોલકસે તમામના કબજામાંથી રૂપિયા ૧,૨૩,૩૦૦ તથા ત્રણ મોટર સાયકલ સહિત કુલ રૂપિયા  ૨,૧૩,૩૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ કાર્યવાહી પીએસઆઇ કેકે ગિહિલ સહિતના સ્ટાફે પાર પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here