જામનગર: ફરી જિલ્લા જેલ ચર્ચાના એરણે, બે મોબાઈલ મળ્યા

0
383

જામનગર જિલ્લા જેલમાં દર વખતેના ચેકીંગ દરમિયાન પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળતી આવી છે.  અમદાવાદ જેલ પ્રસાસન દ્વારા વધુ એક વખત ચેકીંગ હાથ ધરી બે મોબાઈલ પકડી પાડ્યા છે. જો કે બંને મોબાઈલ બિન વારસુ હાલતમાં મળી આવતા અજાણ્યા કેદીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

જામનગર જિલ્લા જેલ વધુ એક વખત ચર્ચાનું કારણ બની છે આ વખતે પ્રતિબંધિત મોબાઈલ બેરેકમાંથી મળી આવ્યા છે. મંગળવારે ઝડતી સ્કોડ જેલર જીલ્લા જેલર, અધીક પોલીસ મહાનિર્દેશક અને જેલ સુધારાત્મક વહીવટી વિભાગની ટિમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં યાર્ડ નંબર-૦૫ માથી રોક્ટેલ કંપંનીનો મોબાઇલ જેના IMEI નં- (૧) ૯૧૧૬૧૭૪૦૪૧૫૯૩૮૫ (૨) ૯૧૧૬૧૭૪૦૪૧૫૯૩૯૩ તથા સેમસંગ કંપનીનો મોબાઇલ જેના કી પાસવર્ડ લોક હોય, તેમજ પાછળનુ સ્ટીકર ઘસી નાખેલ હોવાથી આઇ.એમ.ઈ.આઈ. નંબર જાણી શકાયેલ નથી.

આ બંને મોબાઈલ કબ્જે કરી જેલ પ્રસાસનના દેવશીભાઇ રણમલભાઇ કરંગીયાએ અજાણ્યા કેડી સામે સીટી એ ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. જેલના પ્રતીબંધીત વિસ્તારમા કોઇએ અનાધીક્રુત રીતે ગેરકાયદે મોબાઇલ પહોચાડયો હોવાના આરોપ સાથે સીટી એ ડિવિજન પોલિસે  તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here