જામનગર: ઘોડી પાસા ફેકી આ સાત સખ્સો દાવ કરતા હતા ત્યાં જ પોલીસ પ્રગટી

0
250

જામનગરમાં પંચેશ્વર ટાવર રોડ ભાટની આંબલી, તળાવફળી પાસે, પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સાત સખ્સોને પોલીસે રોકડ રકમ સાથે પકડી પાડ્યા છે. પોલીસે તમાની સામે જુગારધારાઓ  મુજબ કાર્યવાહી કરી છે. પોલીસે સાતેય સખ્સોના કબ્જામાંથી ૧૧ હજારની રોકડ કબજે કરી હતી.  

જામનગરમાં પંચેશ્વર ટાવર રોડ ભાટની આંબલી, તળાવફળી પાસે અમુક સખ્સો  જાહેરમાં ઘોડી પાસા ફેકી જુગાર રમતા હોવાની સીટી એ ડીવીજન પોલીસને હકીકત ધ્યાને આવી હતી. જેને લઈને પીઆઈ એમજે જલુના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે  જુગાર સબંધિત દરોડો પાડયો હતો.

જેમાં જાહેરમાં ઘોડીપાસા ફેકી જુગાર રમતા જયેન્દ્રભાઇ કાનજીભાઇ વાઘેલા, હાર્દીક અશ્વીનભાઇ ચુડાસમા, મયુરસિંહ મહેન્દ્રસિંહ સોઢા, શની દીપકભાઇ ભટ્ટી, પ્રીતેસ ઉર્ફે પીંટુ ભરતભાઇ રાજપરા, ઇશાક હાસમભાઇ સમા, પ્રતીકભાઇ બિનુભાઇ સોલંકી નામના સખ્સો આબાદ પકડાઈ ગયા હતા. પોલીસે તમામની પાસેથી રૂપિયા ૧૧,૭૦૦ની રોકડ કબજે કરી જુગારધારાઓ હેઠળ ગુનો  નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here