જામનગર અપડેટ્સ : રાજ્યમાં મગફળીના ઉત્પાદનમાં સૌરાષ્ટ્રને હબ ગણવામાં આવે છે. ત્યારે આ વર્ષે વિપુલ વાવેતરની સામે વિપુલ ઉત્પાદન થવાની સંભાવનાઓ સાચી ઠરી છે. જેને લઈને ભાવ નીચા રહેવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ હાલ સૌરાષ્ટ્રના યાર્ડસમાં મગફળીના ન્યુનતમ ૮૦૦થી માંડી ટેકાના ભાવ કરતા પણ વધુ ભાવ મળી રહ્યા છે.
વાત જામનગર એપીએમસીની કરવામાં આવે તો ગઈ કાલે વીપુલ આવકની સાંપેક્ષમાં ભાવ ૮૦૦ થી ૧૩૧૫ રૂપિયા બોલાયા હતા. જે સૌરાષ્ટ્રના અન્ય યાર્ડ કરતા મહતમ ભાવ સૌથી વધુ હતા. આજે પણ આ રફતાર આગળ વધી સૌથી નીચા ભાવ રુપયા ૮૦૦ જયારે સૌથી ઊંચા ભાવ રૂપિયા ૧૩૫૦ બોલાયા હતા. યાર્ડ ખાતે કાલાવડ પંથકના પીપળીયા ગામના ખેડૂત હરેશભાઈ જીવાભાઈની મગફળી પ્રતિ મણ રૂપિયા ૧૩૫૦ની ખરીદ કરવામાં આવી હતી. જે સૌરાષ્ટ્રના અન્ય માર્કેટ કરતા લગભગ રૂપિયા ૨૫૦ વધુ છે. આજ માર્કેટીંગ યાર્ડમાં આવક બંધ રખાયાનું સેક્રેટરીએ જણાવ્યું હતું. જામનગર માર્કેટીંગ યાર્ડમાં આજે મગફળીની આવક બંધ રહી હતી. જયારે મગફળીના વેંચાણ માટે જે હરરાજી થઇ હતી. જેમાં ગઈ કાલની આવકની ૫૫૦૦ ગુણીનું વેચાણ થઇ થયું હતું.