જામનગર : દસમાં સુધી ભણેલ મુન્નાભાઈએ જનરલ સ્ટોરની આડમાં દવાખાનું ખોલી નાખ્યું !!!!

0
799

જામનગર અપડેટ્સ : જામનગર અપડેટ્સ : જામનગર તાલુકાના વિજયપુર  ગામે એસઓજી પોલીસે દરોડો પાડી જનરલ સ્ટોરની આડમાં નાગરિકોના  આરોગ્ય  સાથે ચેડા કરી દવા-દારૂ કરી રહેલ મુન્નાભાઈને પકડી પાડવામાં આવ્યો છે. માત્ર ધોરણ દસ સુધી જ ભણેલ ઘોડા ડોક્ટરના કબ્જા માંથી એલોપથી દવાનો જથ્થો કબજે કરી પોલીસે મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ કાર્યવાહી કરી છે.

જામનગર નજીક વિજયપુર ગામે આવેલ શ્રીજી જનરલ સ્ટોર નામની દુકાન ચલાવતો રાજેશ બચુભાઈ રાણપરિયા નામનો સખ્સ પોતાની દુકાનમાં કલીનીક ચલાવી ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની ચોક્કસ હકીકતના આધારે એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં કોઈ પણ ડીગ્રી વગર માત્ર ધોરણ દસ સુધી ભણેલ આ સખ્સ દર્દીઓને તપાસી અલગ અલગ દવાઓ આપતા રંગે હાથ પકડાઈ ગયો હતો. પોલીસે આ સખ્સના કબજામાંથી એક સ્ટેથોસ્કોપ, બીપી માપવાનું મશીન, અલગ અલગ દવાઓ સહીત રૂપિયા ૩૪૫૮નો સામાન મળી આવ્યો હતો. પોલીસે આ સખ્સની અટકાયત કરી પંચકોશી પોલીસ દફતરને હવાલે કર્યો છે. આ સખ્સ સામે મેડીકલ પ્રેકટીશનર્સ એક્ટ મુજબ કાર્યવાહી કરી ફરિયાદ નોંધી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here