જામનગર : બે બુટલેગરોએ ભાડાના વાડામાં ઉતારેલ 1692 બોટલ દારૂ પકડાયો

0
611

જામનગર : જામનગરમાં લાલવાડી વિસ્તારમાં ગેરેજ સંચાલકના ભાડે રાખેલા વાડામાં સંગ્રહી રાખવામાં આવેલ રૂપિયા ૮.૪૬ લાખના દારૂના જથ્થા સાથે બે સખ્સોને સીટી એ ડીવીજન પોલીસે પકડી પાડ્યા છે. જો કે દારૂનો જથ્થો જે બુટલેગરોએ મંગાવ્યો છે તે બંને સખ્સો હાજર નહી મળતા પોલીસે બંનેને ફરાર દર્શાવી આગળની કાર્યવાઈ હાથ ધરી છે. પોલીસે સ્થળ પરથી દારૂ અને વાહનો સહિત રૂપિયા ૧૪.૯૮,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

જામનગરમાં લાલવાડી વિસ્તારમાં અન્નપુર્ણા મંદિર પાસે શેરી નંબર બેમાં રહેતો જગદીશ રમણીક સેલડીયા નામનો સખ્સ શહેરના જ દારૂના ધંધાર્થીઓનો સાગરિત બની પોતાના વાડાને ભાડે આપી દારૂના ધંધામાં ઉપયોગ માટે આપી, પોતે પણ સક્રિય થયો હોવાની સીટી એ ડીવીજન પોલીસને ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ગઈ કાલે રાત્રે દરોડો પાડ્યો હતો જેમાં પોતાના વાડામાં જગદીશ સેલાડિયા અને મોસીન અબ્બાસ ખફી નામના બે સખ્સો જુદા જુદા વાહનોમાં બોક્સ ગોઠવાતા મળી આવ્યા હતા. પોલીસે જીજે ૩૬ ટી ૬૯૧૩ નંબરની બોલેરો અને જીજે ૧૦ ટીએક્સ ૦૦૯૧ નંબરની ટાટા એસ વાહનને ચેક કરતા તાલપત્રી વચ્ચેથી બંને વાહનમાંથી રૂપિયા ૧૬૯૨ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રૂપિયા ૮,૪૬,૦૦૦ની કીમતનો આ દારૂનો જથ્થો તેમજ બે મોબાઈલ અને બંને વાહનો સહીત રૂપિયા ૧૪,૯૮,૨૦૦ની કીમતનો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓની ધરપકડ કરી હતી. આ જથ્થો મહમદ ઇકબાલ ઉર્ફે ટકો લતીફભાઈ ખફી અને તેના સાગરિત અકબર સીદીક જુણેજા વાળા સખ્સોએ દમનથી  આ જથ્થો મંગાવ્યો હોવાનું અને દારૂને સંગ્રહ કરવા જગદીશનો વાળો ભાડે રાખી ધંધો શરુ કર્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે હાજર નહી મળેલ બંને બુટલેગરોને ફરાર દર્શાવી, પકડાયેલ બંને સખ્સોને કોર્ટ સમક્ષ રજુ કરવા સહિતની  તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here