જામનગર : IPLની સીજન વચ્ચે શેર બજારના ડબ્બા પર પોલીસની ઘોસ

0
592

જામનગર અપડેટ્સ : જામનગરમાં પીએન માર્ગ પર આવેલ મોર્ડન માર્કેટમાં સીટી બી ડીવીજન પોલીસે ગઈ કાલે રાત્રે દરોડો પાડી ત્રણ સખ્સોને લાયસન્સ વગર ચાલવતા શેરબજારના ડબ્બા સાથે પકડી પાડ્યા છે. પોલીસે ત્રીસ હજારની રોકડ કબજે કરી પ્રાથમિક પૂછપરછ કરતા આ ડબ્બા પર અન્ય  આઠ સખ્સો ગેરકાયદે શેરની લે વેચ કરતા હોવાની વિગતો સામે આવી છે. પોલીસે આ તમામને ફરાર જાહેર કર્યા છે.

જામનગરમાં હાલ દર્રોજ્જ એક આઈપીએલની મેચનો ડબ્બો પકડાઈ રહ્યો છે ત્યારે આ સીજન વચ્ચે ગેર કાયદેસર રીતે શેર બજારનો ડબ્બો ધમધમતો હોવાની સીટી બી ડીવીજન પોલીસને હકીકત મળી હતી જેને લઈને ગઈ કાલે રાત્રે અંબર ટોકીઝ, મોર્ડન માર્કેટમાં ગ્રાઉન્ડ ફલોર ઓફિસ નં. ૬૩માં આવેલ પ્રદિપભાઇ હંસરાજભાઇ બુધ્ધદેવ જાતે લુહાણા ઉ.વ.૫૦ ધંધો સદર ઓફિસમાં વેપાર રહે. પંચવટી સોસાયટી, બ્રાહમ્ણ બોર્ડીંગની બાજુમાં, મકાન નં. ૬૬/૧માં રહેતા સખ્સ  સંચાલિત ડબ્બા પર ગેર કાયદે  શેરની લે વેચ કરી સરકારને ચૂનો ચોપડતા પ્રદીપભાઈ ઉપરાંત પરાગ દિલીપભાઇ હરવરા જાતે ભણશાળી ઉ.વ.૨૬ ધંધો પ્રા.નોકરી રહે. લાલવાડી આવાસ, પટેલ સમાજ પાસે, બ્લોક નં. સી/૭૦૯, જામનગર, રાજેશ ભીખુભાઇ મકવાણા જાતે રજપુત ઉ.વ.૫૦ ધંધો પ્રા.શિક્ષક રહે. લંઘાવાડની ઢાળીયો, દિવાન ખાન ચોક, જામનગર નામના શકશો મળી આવ્યા હતા. પોલીસે ત્રણેય સખ્સોના કબજામાંથી રૂપિયા ૩૦ હજારની રોકડ ઉપરાંત ૪૧ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ડબ્બા પર NYSD કોડ નેમ જેનુ નામ નૈષદ રહે. જામનગર મો.ન. ૯૩૭૫૫ ૮૫૮૪૧,  KAPL MYR કોડ નેમ વાળા કપીલભાઇ તેમજ N YP કોડ નેમ વાળા યશપાલસિંહ જાડેજા રહે. જામનગર મો.નં. ૯૪૨૮૮ ૧૬૯૦૦, CHR કોડ નેમ વાળા ચિરાગભાઇ, BHR કોડ નેમ વાળા ભરતભાઇ રહે. જામનગર, MNS કોડ નેમ વાળા મનસુખભાઇ અને UP કોડ નેમ વાળા આ ઉપરાંત MD કોડ નેમ વાળા સખ્સોની સંડોવણી ખુલવા પામી છે. આ તમામ સખ્સો સામે પોલીસે ધી સીકયુરીટસ કોન્ટ્રાકટ રેગ્યુલેશન એકટ ૧૯૫૬ ની કલમ ૧૩,૧૬,૧૭,૧૯,૨૩(૧), બી.સી.ઇ.એફ મુજબ ફરિયાદ દાખલ કરી છે જેમાં આરોપીઓ સરકાર દ્રારા અધિકૃત કરવામાં આવેલ સક્ષમ અધિકારી તરફથી ઇસ્યુ કરવામાં આવતા સીકયુરીટીસના વેપાર કરવા માટેના કાયદેસરના લાયસન્સ કે પરવાના વગર ગેરકાદેસર રીતે મોબાઇલ ફોન પર અલગ અલગ કંપનીઓના શેરના સોદાઓ કરી લેતી દેતી કરી સ્ટોક એકચેન્જના સ્થળ તરીકે ઓફિસનો ઉપયોગ કરી માન્ય સભ્ય કે એજન્ટ નહી હોવા છતા કંપનીના શેરની લેતી દેતીના કરાર કરી તેવા સોદાઓમાં અન્ય આરોપીઓને જોઇન્ટ કરી શેરના ભાવ વધધટ ઉપર હારજીત કરતા મળી આવ્યા હોવાનું જાહેર થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here