લ્યો બોલો, પાકિસ્તાની સુપર લીગની જામનગરમાં છે ડીમાંડ, કેમ? વાંચો આ સમાચાર

0
804

આમ તો પાકિસ્તાન સાથે આપણે એક પણ ક્ષેત્રમાં સરખું જામતું હોય એવું બન્યું નથી પણ એક એવું ફિલ્ડ છે જેમાં બંને દેશને બંધ બેસતું હોય  એમ લાગે છે એ ફિલ્ડ છે ક્રિકેટનો સટ્ટો વાત જાણે એમ છે કે જામનગરમાં પાકિસ્તાની સુપર લીગ મેચ પર હારજીત અને રનફેરનો સટ્ટો લેતા એક સખ્સને સીટી એ ડીવીજન પોલીસે પકડી પાડ્યો, પોલીસે આ સખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા કપાત લેનાર વધુ એક સખ્સની સંડોવણી ખુલવા પામી છે. પોલીસે કપાત કરનાર સખ્સને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં ટીંબા ફળી જેન્તીભાઇ વકીલવાળી ગલીમા જાહેરમા ઉભો રહી પોતાના મોબાઇલમા આવેલ ક્રીકબુઝ નામની એપ્લીકેશનમા પાકીસ્તાનમા ચાલતી પાકીસ્તાન સુપર લીગની મુલ્તાન સુલ્તાન વિ. લાહોર કલન્દર ટીમ વચ્ચે રમાતા ૨૦-૨૦ ક્રિકેટ મેચ નુ લાઇવ પ્રસારણ નિહાળી, મેચના રન ફેર તથા હાર જીતના સોદાઓ પાડી, પૈસાની હારજીત કરી હર્ષદભાઇ વિનોદભાઇ ફલીયા રહે-ગ્રીનસીટી,ઇવા પાર્ક,અટલ બીહારી બાજપાય આવાસ,બ્લોક નં.સી રૂમ નં.૩૧૧ વાળો સખ્સ સટ્ટો રમાડતો હોવાની સીટી એ ડીવીજન પોલીસને ચોક્કસ હકીકત મળી હતી જેને લઈને પોલીસે આ દિશામાં કાર્યવાહી કરી હતી. જેમાં આ સખ્સ ગઈ કાલે મેચ પર સટ્ટો લેતા આબાદ મળી આવ્યો હતો. પોલીસે આ સખ્સના કબજામાંથી રૂપિયા ૯૪૦ની રોકડ અને એક મોબાઈલ ફોન કબજે કર્યો હતો. પોલીસે આ સખ્સની અટકાયત કરી પૂછપરછ કરી હતી જેમાં મીહીર ઉર્ફે મોઢિયો મુજાલ રહે જામનગર વાળા સખ્સની સંડોવણી ખુલવા પામી હતી. આરોપી આ સખ્સ પાસે કપાત કરાવતો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે આ સખ્સને ફરાર દર્શાવી, બંને સખ્સો સામે જુગારધારાઓ મુજબ કાર્યવાહી કરી, પકડાયેલ સખ્સની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here