લાલપુર: કારનો થયો અકસ્માત, બગાસું ખાતા પતાસું મળ્યું પોલીસને

0
1095

જામનગર નજીકના આરબલુસ ગામ નજીક નકટા પાવરિયા પાસે એક કાર ઝાડ સાથે અથડાતા થયેલ અકસ્માતના પગલે કાર માંથી દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો છે. દારૂની હેરાફેરી વખતે ચાલકથી કારનું સ્ટીયરીંગ કાબુમાં નહી રહેતા અકસ્માત સર્જાતા પોલીસને ક્વોલીટી કેસ મળી આવ્યો છે. પોલીસે આરોપીને શોધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર જીલ્લાના લાલપુર પંથકમાં આરબલુસ ગામની સીમમાં નકટા પાવારિયા પાસેના રોડ પર  ગઈ કાલે સવારે નંબર પ્લેટ વગરની એક કાર ઝાડ સાથે અથડાઈ પડી હતી. પુર ઝડપે દોડતી કારના ચાલકથી કારના સ્ટીયરીંગ પરનો કંટ્રોલ ન રહેતા કાર ઝાડ સાથે અથડાઈ પડી હતી. કાર અકસ્માતગ્રસ્ત બનતા કારમાંથી દારૂની રેલમછેલ થઇ હોય તેમ દારૂની બોતલો વરાઈ ગઈ હતી. એક તો અકસ્માત અને ઉપરથી દારૂ ખુલ્લો પડી જતા ચાલક તુરંત નાશી ગયો હતો. આ બનાવના પગલે અહીથી પસાર થતા કોઈ વ્યક્તિએ પોલીસને ફોન કરતા પોલીસે ઘટના સ્થળે પહોચી સ્થળ પંચનામું કર્યું હતું. અકસ્માતગ્રસ્ત કારમાંથી રૂપિયા ૧૧૫૦૦૦ની કીમતનો અલગ અલગ બ્રાન્ડનો ૨૩૦ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જો કે કાર માલિક કે કાર ચાલક અંગેના કોઈ સગળ મળ્યા નથી. એમ.એ.એલ.બી.એમ ૫૧ આર એલ જી,એમ ૨૧૦૧૯૯ નંબરની ચેસીસ તથા ડી.ફોર.એફ.સી જી.એમ ૦૧૮૯૬૭ એન્જીન નંબરની આ કાર કોની છે? તેની તપાસ કરવા પોલીસે આગળની કાર્યવાહી  હાથ ધરી છે. હાલ પોલીસે આઈ-૨૦ નો ગાડી ચાલક સામે ઈલેકટ્રીક પોલ સાથે અથડાવી ગાડી મુકી નાશી જવા અને દારૂની સપ્લાય કરવા સબબ ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here