આને મોંઘવારી નડે? કંપાસ કારની ટાંકી ફૂલ કરાવી બે સખ્સો પુર ઝડપે હંકારી નાશી ગયા

0
958

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના સણોસરા ગામના પાટિયા પાસે આવેલ એક પેટ્રોલ પંપ પર નવી નકોર કપાસ ગાડી લઇ આવેલ બે સખ્સોએ પેટ્રોલની ટાંકી ફૂલ કરાવી, બીલ ચૂકતે કર્યા  વગર જ નાશી ગયા હોવાની ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અગાઉ પણ આ પેટ્રોલપંપ પર આવી જ ઘટના ઘટી ગઈ હોવાનું  જાણવા મળ્યું છે. પોલીસે બંને સખ્સોના સગળ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલ સણોસરા ગામના પાટીયા પાસે શિવમ હોટેલની બાજુમાં ભારત પેટ્રોલિયમના પારસ ફયુલ પેટ્રોલ પમ્પે નવી નકોર કમ્પાસ કાર લઇ આવેલ બે સખ્સો પૈકીના ચાલકે પોતાની નંબર પ્લેટ વગરની કાળા કલરની જીપ કંપાસ ફોરવ્હીલ ગાડીમા આવી આવીને ફીલર તરીકે કામ કરતા કર્મચારીને ડીઝલ ટાંકી ફૂલ ભરી દેવા કહ્યું હતું. જેને લઈને પંપકર્મીએ નંબર વગરની ગાડી ફૂલ કરી દીધી હતી. ત્યારબાદ ચાલકે કાર પુર ઝડપે ચલાવી, બીલ આપ્યા વગર જ ચાલ્યા ગયા હતા. રૂપિયા પાંચ હજારનું ડીઝલ ભરાવી, નાશી ગયેલ બંને સખ્સો સામે ઇન્દ્રજીતસિંહ હરદેવસિંહ જાડેજાએ નાશી ગયેલ સખ્સ સામે વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરવા સબબ આઈપીસી કલમ ૪૦૬,૪૨૦ મુજબ ફરિયાદ નોધાવતા ધ્રોલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here