જામનગર: વારસાઈ જમીન-મકાન-પ્લોટ પચાવી પાડવા બે સખ્સોએ ડેરી સંચાલકને ધમકાવ્યા

0
319

જામનગર: જામનગર નજીકના ઠેબા ગામે વારસાઈ-જમીન-પ્લોટ પચાવી પાડવા માટે ડેરી સંચાલકભાઈ ને કુટુંબી ભાઈએ અન્ય સખ્સની મદદથી અવારનવાર ધાક ધમકીઓ આપતા મામલો પોલીસ દફતર પહોચ્યો છે. પોલીસે બંને સખ્સો સામે ફરિયાદ નોધી ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર નજીકના ઠેબા ગામે રહેતા અને ડેરી ચલાવતા કૌશિક બાબુભાઈ સંઘાણી નામના યુવાનને તેના જ કુટુંબના કૈલાસ કેશવજી સંઘાણી અને ઈરફાન અલાતાફ તાયાણી નામના સખ્સો દુધની ડેરી આવ્યા હતા જ્યાં બંને સખ્સોએ આ યુવાન સાથે બોલાચાલી કરી ઠેબાગામે આવેલ વારસાઈ જમીન તથા મકાન અને પ્લોટ બળજબરી પુર્વક તેઓના નામે કરી આપવા ધાક ધમકી આપી હતી. દૂધની ડેરી બાદ બંને સખ્સોએ પંચાયત પાસે યુવાનને આંતરી ધમકી આપી હતી ત્યારબાદ ઘરે પહોચી ડેરી સંચાલકના પરિવારજનો સાથે બીભત્સ વાણીવિલાસ આચરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવને લઈને યુવાને પોલીસ દફતર પહોચી સમગ્ર ઘટના સંભળાવી હતી. ત્યારબાદ પોલીસે બંને સખ્સો સામે બળજબરી પૂર્વક મિલકત પચાવી પાડવા માટે ધમકી આપવા આઈપીસી કલમ ૩૮૭,૫૦૬(૨),૨૯૪(ખ), ૧૧૪ મુજબ ફરિયાદ નોંધી પીએસઆઈ રાઠોડ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here