જામનગર: 15 પેસેન્જર ભરેલ ખાનગી બસમાં આગનું છમકલું, દોડધામ મચી

0
618

જામનગરમાં દિગ્જામ સર્કલ પાસેના ઓવર બ્રીજ પર આજે વહેલી સવારે ખાનગી બસમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ બનાવના પગલે જામનગર ફાયરની ટીમે તત્કાલ પહોચી પાણીનો મારો ચલાવી આગ પર નીયંત્રણમેળવ્યું હતું. આગ લાગતા જ બસ થંભાવી દઈ બસ ચાલકે તમામ પેસેન્જરોને સલામત નીચે ઉતારી લેતા મોટી ઘટના બનતા સહેજમાં અટકી હતી.

જામનગરમાં આજે સવાર ખાનગી બસમાં આગનો બનાવ બનવા પામ્યો હતો. જેની વિગત મુબજ, અમદાવદ-દ્વારકા રૂટની ખાનગી ટ્રાવેલસની બસમાં આજે વહેલી સવારે દિગ્જામ સર્કલ પાસેના ઓવરબ્રીજ પર આગનું છમકલું થયું હતું. બેટરી કેબીનમાં થયેલ શોર્ટસર્કીટને કારણે ધુમાડાનો ગોટા સર્જાતા ચાલકે તુરંત બસ થંભાવી દીધી હતી અને બસમાં સવાર ૧૩ પેસેન્જરોને નીચે ઉતારી લીધા હતા. ત્યારબાદ આ બનાવ અંગે ફાયરને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ફાયરની ટીમ તાબડતોબ ઘટના  સ્થળે પહોચી હતી અને પાણીનો મારો ચલાવી બેટરીની આગ સમગ્ર બસમાં ફેલાય તે પૂર્વે જ ઠારી, મોટી દુર્ઘટના ઘટે તે પૂર્વે પ્રસંસનીય કામગીરી કરી હતી. ફાયર તંત્રના જણાવ્યા મુજબ બેટરીમાં સોર્ટસર્કીટ થતા આગ લાગી હોવાનો પ્રાથમિક અંદાજ છે. બસ ચાલકની ચપળતાનાં કારણે સુરત જેવી ઘટના બનતા અટકી હતી અને તમામ મુસાફરોએ પણ રાહતનો દમ ખેચ્યો હતો.

સુરતવાળી થતા રહી ગઈ, બેંગ્લોરમાં લીધેલી તાલીમ કામ આવી: ચાલક

“ બોનેટના ભાગેથી ચાલુ બસના આગળના ભાગે અંગારા સાથે ધુમાડો નીકળતા મેં બસ સાઈડમાં લઇ તાત્કાલિક થંભાવી  દીધી હતી. બેટરીમાં સોર્ટ સર્કીટ થતા લાગેલ આગ તુરંત પ્રશરી જશે એ નિશ્ચિત હતું તેથી મેં અને કલીનરે તાત્કાલિક સુતેલ અને જાગતા ૧૫ પેસેન્જરોમાં બે જ મિનીટમાં નીચે ઉતારી ઉગારી લીધા હતા. ત્યારબાદ બસને બચાવવાનો પ્રયાસ કર્યો, મુસાફરો માટે અલગથી પાણીની જથ્થા બંધ બોટલો રાખેલ હતી તે એક બહાર કાઢી હું અને ક્લીનર આગ વધુ પ્રશરે તે પૂર્વે પાણી છાંટવા લાગ્યા, ત્યાં જ ફાયરની ટીમ આવી ગઈ અને આગ ભયાનક સ્વરૂપ પકડે તે પૂર્વે જ બુજાઈ ગઈ હતી. એમ ચાલક વિપુલ  મારું એ જણાવ્યું હતું. બસમાં નોકરી પૂર્વે કંપની તરફથી બેંગલોર ખાતે એક મહિનો સ્પેશ્યલ ટ્રેઈનીંગ આપવામાં આવી હતી જેમાં આગથી માંડી ટ્રાફિક નિયમો અને અકસ્માત સમયે રેસ્ક્યુ સહિતની તાલીમ આપવામાં આવી હોવાનું  ચાલક વિપુલભાઈએ જણાવ્યું હતું. બેંગ્લોરની તાલીમ આ ઘટનામાં મદદરૂપ થઇ હોવાનું ચાલક મારુંએ ઉમેર્યું હતું. જો તત્કાલ બસ થંભાવી રેસ્ક્યુ ન કર્યું હોત તો સુરત જેવી ઘટના આકાર આપી ગઈ હોત એમ પણ ચાલકે અંતે જાણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here