જામનગર : માત્ર બારમું ધોરણ ભણેલ સખ્સ બેરોકટોક કરતો હતો ડોકટરી

0
390

જામનગર અપડેટ્સ : જામનગર તાલુકાના મસીતીયા ગામે ડીગ્રી વગર બેરોકટોક પ્રેકટીશ કરી દર્દીઓના આરોગ્ય  સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરને એસઓજી પોલીસે પકડી પાડ્યો છે. આરોપી ઘોડા ડોક્ટર ધોરણ બાર કોમર્સ સુધી ભણી વગર ડીગ્રીએ કલીનીક ખોલી નાખી હોવાનું સામે આવ્યુ છે.

જામનગર નજીકના મસીતીયા ગામે મેઈન રોડ પર મસ્જીદ પાસે યુનુસભાઈ ખાફીના મકાનને ભાડે રાખી રજાક મામદ ખફી નામનો સખ્સ મેડીકલ ડોક્ટરને લગતી ડીગ્રી ધરાવતો ન હોવા છતાં કલીનીક ખોલી પ્રેક્ટીસ કરતો હોવાની  એસઓજી પોલીસને હકીકત મળી હતી. આ ઉપરાંત આરોપી દર્દીઓને ચકાસી દવાઓ વિતરણ કરી પૈસા વસૂલતો હોવાનું સામે આવયુ હતું. જેને લઈને એસઓજીના સ્ટાફે તાત્કાલિક મસીતીયા પહોચી ભાડાના મકાનમાં ચાલતા કલીનીક પર ચેકિંગ કર્યું હતું જેમાં આરોપી રજાક પાસે કોઈ ડીગ્રી નહી  હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં આ સખ્સ ધોરણ બાર સુધી ભણેલો હોવાનું અને ડીગ્રી વગર જ પ્રેકટીશ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ સખ્સની સામે મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્વાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here