જામનગર : બાડા ગામે ચેકડેમમાં ડૂબી જતા બે આધેડના મોત, આવી રીતે ઘટી ઘટના

0
509

જામનગર અપડેટ્સ : જામનગર તાલુકાના અલીયાબાડા ગામે આવેલ નદીમાં ડૂબી જતા બે આધેડના મૃત્યુ નીપજતા શોકનું મોજું પ્રસરી ગયું છે. આ બનાવના પગલે ગ્રામજનો એકત્ર થઇ ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી પરંતુ બંનેને બચાવી શકાયા ન હતા. પંચકોશી એ ડીવીજન પોલીસે બંનેના દેહને હોસ્પિટલ ખસેડ્યા હતા. મૃતક પૈકી એક બાડા ગામનો અને એક લાલપુર રહેતો હોવાનું જાણવા મળ્યું છે.

જામનગર પંથકમાં શોક જન્માવનાર બનાવની વિગત મુજબ, પખવાડિયા પૂર્વે જે વિસ્તારમાં પુરની તબાહીનો સૌથી વધુ માર ખમી ચુક્યો છે તે અલીયાબાડા ગામમાં આજે કરુણ ઘટના ઘટી હતી. આજે બપોરે બાડા ગામની નદીમાં કોઈ પણ કારણસર ડૂબી જતા અજિતસિંહ ઉમેદસિંહ જાડેજા ઉવ ૪૨ અને કેશુભિયા મગનભાઈ લીલાપરા ઉવ ૫૦ નામના બંને વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા. આ બનાવના પગલે ગ્રામજનોના ટોળા એકત્ર થયા હતા અને બંનેને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ બંનેના મૃતદેહ જ હાથ લાગ્યા હતા. આ બનાવની જાણ થતા પંચકોશી એ ડીવીજન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો અને મૃતકોનો કબજો સંભાળી, જામનગર હોસ્પિટલ ખસેડી પીએમ કરાવ્યું હતું. બાડા ગામના સીતારામનગર ચેકડેમ પર ચાલીને પસાર થતી વેળાએ એકનો પગ લપસી જતા અંદર પડી ગયા બાદ અન્ય એક મૃતક તેને બચાવવા ગયો  હતો. જેમાં બંને ઊંડા પાણીમાં ગરદ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. એક સાથે બંને પુરુષોના મૃત્યુના પગલે પંથકમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here