રાહત : ક્યાં સુધી રહેશે વરસાદ-વાવાઝોડાની અસર, પખવાડિયામાં ક્યા, કેટલો વરસાદ પડ્યો ? જાણો

0
359

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદે જનજીવન પર માઠી અસર ઉભી કરી છે. આ મહિનાના બીજા સપ્તાહની અતિવૃષ્ટિ અને પુર હોવારતમાંથી જામનગર જીલ્લો હજુ માંડ બેઠો થતો હતો ત્યાં જ ગુલાબ અને સાહીન વાવાઝોડાએ ફરી હતા ત્યાં પહોચાડી દીધા છે. લો પ્રેસરના કારણે રાજ્યભરમાં ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને જામનગર અને દેવભૂમિ  દ્વારકામાં વાવાજોડાની અસર હેઠળ ભારે વરસાદ પડ્યો છે. જો કે આવતી કાલથી વરસાદ અને વાવાજોડાનો ખતરો દુરથી દુર થતો જશે  એમ હવામાન વિભાગે આગાહી કરી છે.

જામનગર જીલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાભરના તમામ ડેમ ત્રીજી વખત છલકાયા છે. છેલ્લા ત્રણ દિવસથી હાલારમાં વર્ષી રહેલ ભારે વરસાદના કારણે જનજીવન પર વિપરીત અસર ઉભી કરી છે. બંગાળની ખાડીથી ઉદભવેલ ગુલાબ વાવાજોડાની અસર હેઠળ રાજ્યના સાગર કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ નોધાયો છે. ગુલાબમાંથી સાહીનમાં તબદીલ પામેલ વાવાજોડાએ પાકિસ્તાન તરફની ગતી પકડતા હાલ હાલાર પરથી વાવાજોડાનો ખતરો ટળી ગયો છે અને સાથે સાથે વરસાદી માહોલ પણ આવતી કાલથી વિખરતો જશે. એમ હવામાન વિભાગે સંભાવનાઓ વ્યક્તિ કરી છે.

બીજી તરફ છેલ્લા પખવાડિયાના વરસાદની વાત કરવામાં આવે તો જામનગર જીલ્લામાં સૌથી વધુ ૧૧-૧૧ ઇંચ વરસાદ કાલાવડ, જામનગર અને જોડિયા એમ ત્રણ તાલુકાઓમાં નોંધાયો છે. જયારે જામજોધપુરમાં ૬ ઇંચ, ધ્રોલમાં સાડા સાત ઇંચ, જયારે લાલપુરમાં દસ ઇંચ વરસાદ નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here