વાડીનાર : ‘ઓફીસમાં વેશ્યા છે, શોધી કાઢો’ કલાર્કે કોમેન્ટ લખી મહિલાકર્મીની છેડતી કરી

0
329

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ખાતે પોર્ટ ઓફીસમાં નોકરી કરતી એક યુવતી સાથે સીનીયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારીએ છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે.

વાડીનારના દિન દયાલ પોર્ટ ટ્રસ્ટની જેટીની સર્કલ ઓફીસ ખાતે સીનીયર ક્લાર્ક તરીકે નોકરી કરતા મિથીલેશ શ્યામકુમાર પાંડે મુળ રહે.સંઘુવાડી ગામ, તા.ઇસરોલી જી. છપરા રાજ્ય. બિહાર હાલ રહે. જામનગર અશ્મો એપાર્ટમેન્ટ એસ-૧, બીજો ફ્લોર,નર્મદેશ્ર્વર મહાદેવ મંદીર પાસે,પંચવટી સોસાયટી, તા.જી.જામનગર વાળાએ ઓફીસમાં ડેઇલી રેટેડ-ખલાસી તરીકે નોકરી કરતી એક યુવતી સાથે છેલ્લા એક વર્ષથી ખરાબ વર્તન શરુ કર્યું હતું. છેલ્લા એક વર્ષથી જુદી જુદી કામગીરીના બહાને માનસિક રીતે હેરાન પરેશાન કરી તેણીની જ્યાં કામ કરતા હોય તે કોમ્પ્યુટરના વાયરીંગ સરખા કરવાના બહાને તેની પાસે જઇ, તેણીને ખરાબ નજરે જોઇ, તેમના પગ પર ખરાબ સ્પર્શ કરી તેમજ તેમની પાછળ પાછળ જઇ ખરાબ નજરે જોઇ અને ફરીયાદી તે વાત કોઇને કહેશે તો જાનથી મારી નાખવાની અને વેશ્યા કહી સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપી હતી. આ ઉપરાંત ગઇ તારીખ.૨૧/૦૯/૨૦૨૧ ના રોજ તેણીની ઓફીસના હાજરી પત્રકમાં “Find Out Who is Prostitute in our Office at O.O.T. Vadinar” એટલે કે “આપણી ઓફીસમાં કોઇ વેશ્યા છે તેને શોધો” તેવી ફરીયાદી બેન વિશે ટીકાકારક નોંધ લખી તેની નિચે આરોપીએ પોતાની સહી કરી હતી. આ બનાવ બાદ તેણીએ આરોપી સામે વાડીનાર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here