જામનગર:૧૬૬ કિલો ડુંગળીના માત્ર 257 રૂપિયા, ખેડૂતને હાથ આવ્યો માત્ર ₹10

0
13168

વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવાના બણગાં ફૂકી રહેલ સરકાર કૃષિ લક્ષી નીતિઓને લઈને કઈ દિશામાં કાર્યરત છે તેનો જીવતો જાગતો નમૂનો જામનગર જિલ્લાના ખેડૂત સાથે ઘટેલી ઘટના પરથી સામે આવ્યો છે. રાજ્ય સરકારે આ વખતે બજેટમાં સૌથી વધુ રકમ કૃષિ ક્ષેત્રમાં ફાળવી છે. પરંતુ ખેડૂતોને પોતાની ઉપજનો ભાવ જ ન મળે તો મોટી મોટી યોજનાઓ ફારસ બની જાય છે.

જામનગર તાલુકાના બજરંગપુર ગામના એક ખેડૂત ને 166 kg વજનની ડુંગળીના માત્ર 257 રૂપિયા ઉપજ્યા હોવાની વિગતો સામે આવી છે. ગોંડલ યાર્ડમાં ડુંગળી વેચવા ગયેલ ખેડૂતને વાહનભાડા, મજૂરી સહિતનો ખર્ચ બાદ કરતાં માત્ર 10 રૂપિયા જ હાથમાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો આપઘાત ન કરે તો બીજું કરે શું ? 

જામનગર તાલુકાના બજરંગપુર ગામે રહેતા સવજીભાઈ મોહનભાઈ દોમડીયાના પુત્ર સૈલેશભાઈ  ગત તારીખ 25 મીના રોજ પોતાના ગામેથી ૧૬૬ કિલોગ્રામ ડુંગળી ભરી ગોંડલ યાર્ડ ખાતે વેચવા ગયા હતા. યાર્ડમાં આવેલ સાવલિયા એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં તેઓએ ડુંગળીનું વેચાણ કર્યું હતું 166 કિલો ડુંગળીના 31 રૂપિયા ભાવ લેખે ₹257.30 રૂપિયા ઉપજ્યા હતા. પરંતુ ડુંગળી ઠલવાય ના મજૂરીના વાહન ભાડાના અને અન્ય ખર્ચ સહિત ખેડૂતને કુલ 247 રૂપિયાનો ખર્ચ આવ્યો હતો. એટલે કે ૧૬૬ કિલો ડુંગળીના માત્ર ખેડૂતના ભાગે 10 રૂપિયા આવ્યા હતા. 

આવી પરિસ્થિતિમાં ખેડૂત આપઘાત ન કરે તો બીજું કરે શું ? કારણ કે ડુંગળીનું બિયારણ, વાવણી ખર્ચ, સિંચાઈ, મજૂરી સહિતનો ખર્ચો તો આમાં ગણવામાં આવ્યો નથી. ત્યારે ડુંગળી એ આ વર્ષે ખેડૂતોને રડાવ્યા નથી પરંતુ ખેતી કરવાથી વિમુખ કર્યા હોવાનું ચિત્રો ઉપસી આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here