જામનગર : ભૂ-માફિયા જયેશ પટેલનો કુખ્યાત સાગરિત રજાક સોપારી પકડાયો, આવી છે રજાકની ભૂમિકા

0
1781

જામનગર : જામનગરમાં વધી રહેલ ભૂ-માફિયાઓની કનડગતને લઈને વધી રહેલ ગુનાખોરીના નેટવર્કની ચેઈન તોડવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ સ્પેશ્યલ ઓપરેશનનો આજે પાર્ટ ત્રણ સામે આવ્યો છે. કુખ્યાત જયેશ પટેલના માફિયાગીરી સામ્રાજ્યનો ખાત્મો બોલાવવાના ભાગ રૂપે આજે એટીએસ અને એસઓજી દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડી કુખ્યાત સાગરિત રજાક સોપારીને ઉઠાવી લીધો છે. રજાકે જયેશના ઈશારે તાજેતરમાં જામનગરના બિલ્ડર પર ફાયરીંગ કરાવ્યું હોવાનું સામે આવ્યુ હતું. ત્યારથી આ સખ્સ ફરાર થઇ ગયો હતો.

જામનગરમાં કુખ્યાત જયેશ પટેલના ભયનો ઓથાર દુર કરવા અને વધતી જતી ગુનાખોરી પર કાબુ મેળવવા માટે સરકાર દ્વારા એસપી ભદ્રેનની નિમણુક કરી હોવાની ચર્ચાઓ વચ્ચે સ્પેશ્યલ ઓપરેશન  શરુ થયું છે. જયેશ પટેલના સાગરીતો પર ધ્યાન કેન્દ્રિત કરી પોલીસ દ્વારા સપ્તાહમાં ત્રીજું ઓપરેશન પાર પાડ્યુ છે. આજે રાજ્યની એટીએસ અને જામનગર એસઓજીએ સંયુક્ત ઓપરેશનમાં જયેશ પટેલના કુખ્યાત સાગરિત રજાક સોપારીને ઉઠવી લીધો છે. આજે બપોર બાદ એટીએસની ટીમે બેડી બંદર રોડ પરથી રજાકને ઉઠાવી લઇ કાયદેસરની ધરપકડ દર્શાવી છે. આ એ રજાક સોપારી છે જેનું નામ જુલાઈ માસમાં બિલ્ડર ગીરીશ ડેર પર થયેલ ફાયરીંગ પ્રકરણમાં ખુલ્યું  હતું. અનેક ગુનાઓમાં સંડોવાયેલ જયેશ પટેલે તેના સાગરિત રજાક સોપારીને બિલ્ડર પર ફાયરીંગ કરાવવાનો હવાલો સોંપ્યો હતો. રજાકે પોતાના ભાઈને સામેલ કરી ત્રણ ભાડુતી માણસો દ્વારા ફાયરીંગ કરાવ્યું હતું. આ પ્રકરણમાં નાસતા ફરતા આરોપી રજાકને આજે એટીએસ અને જામનગર એસઓજીની ટીમે પકડી પાડ્યો છે. આવતી કાલે આ સખ્સને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમા રજુ કરવામાં આવશે એમ જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here