જામનગર: 5 મહિલાઓ સહીત 9 તીનપતીનો જુગાર રમતા પકડાયા

0
326

જામનગરમાં મોરકંડાધાર ઇનો ગેસના કંપની પાછળ વેલનાથ નગર જંગલપીર વિસ્તારમાં એલસીબીએ દરોડો પાડી બંધ બારણે જુગાર રમતી પાંચ મહિલાઓ સહીત નવ સખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. પોલીસે અડધા લાખની રોકડ રકમ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં મોરકંડા રોડ પર આવેલ મોરકંડાધાર ઇનો ગેસના કંપની પાછળ વેલનાથ નગર જંગલપીર વિસ્તારમાં રહેતો અનિલ રાજાભાઇ મકવાણા નામનો સખ્સ જુગાર રમાડતો હોવાની ચોક્કસ બાતમી એલસીબી પોલીસને મળી હતી.

જેના આધારે એલસીબીના સમગ્ર સ્ટાફે દરોડો પાડી બંધ બારને જુગાર રમતા મકાન માલિક સહીત ગફાર સીદીકભાઇ ખીરા, વીવેક હીતેશભાઇ અગ્રાવત, શકતીસિંહ મહીપતસિંહ જાડેજા, સતીબેન માલદેભાઇ કેશુભાઇ કરંગીયા, હંસાબેન મંગાભાઇ હીરાભાઇ ચાવડા, વિજ્યાબેન જગનનાથ લક્ષ્મણનાથ રામવંશી, શાંતાબેન પરસોતમભાઇ કાનજીભાઇ શેઠીયા, કાંતાબેન મનસુખભાઇ વિઠલાણી નામની મહિલાઓ સહિતના નવ સખ્સો જુગાર રમતા આબાદ પકડાઈ ગયા હતા. પોલીસે તમામના કબજામાંથી રૂપિયા ૫૧,૯૦૦ કબજે કરી પંચકોશી બી ડીવીજન પોલીસને સુપ્રત કરી ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here