જામનગર: પત્ની ખુશાલી ચાલી જતા યુવાને આપઘાત કર્યો

0
416

જામનગર: જામનગરમાં નવાગામઘેડ વિસ્તારમાં મધુરમ સોસાયટીમાં રહેતા એક યુવાને ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો છે. પત્ની રીસામણે બેસી જતા યુવાને આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગરમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ, શહેરના નવાગામ ઘેડ, મધુરમ સોસાયટી-૦૧, બ્લોક નં.૫૩/૨૮મા રહેતા જયદિપસિંહ દિલીપસિંહ વાઘેલાએ ગઈ કાલે ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈ સુખદેવસિંહે જાણ કરતા પોલીસે સ્થળ પર પહોચી મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક જયદિપસિંહ દિલીપસિંહ વાઘેલા ઉ.વ.૨૪ વાળા ના લગ્ન તા.૧૮/૦૨/૨૦૨૨ ના રોજ ખુશાલી નામની યુવતી સાથે થયા હતા.

લગ્નના ટૂંકા ગાળામાં બંને વચ્ચે બોલાચાલી થતા પત્ની ખુશાલી ઘરેથી ચાલી ગઈ હતી. ત્યારથી તેઓ એકલા જ રહેતા હોવાનું પોલીસમાં જાહેર થયું છે. પત્ની ચાલી ગયા બાદ એકલા રહેલા યુવાનથી સહન  નહી થતા તેઓએ આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ બનાવ અંગે સીટી બી ડીવીજન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here