જામનગર: ઝાખર ગામે ૬૩ લાખના દારૂ સાથે બે પકડાયા

0
449

જામનગર જીલ્લાના લાલપુર પંથકમાં ઝાંખર ગામની સીમમાં મેઘપર પોલીસે દરોડો પાડી ૧૧૬૭૬ બોટલ દારૂ સાથે બે સખ્સોને પકડી પાડ્યા છે. પોલીસે ૫૮ લાખનો દારૂ અને પાંચ લાખના વાહનો  સહીત રૂપિયા ૬૩.૩૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઝાખર ગામે બેડીયુ સિમમા જાદવભાઇ માજનની વાડીમા આવેલ મકાનમા ઉદરાજભાઇ ઉર્ફે ઉદો નાથસુરભાઇ સુમાત રહે,જોગવડ તળાવ નેસ સરકારી સ્કુલની સામે તા.લાલપૂર જી.જામનગર તથા રાજેશભાઇ દેવશીભાઇ મેઘવાર રહે,જોગવડ પાટીયા રાણી શીપ સોસાયટી તા,લાલપૂર જી,જામનર વાળા સખ્સોએ વિદેશી  દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની હકીકત મળી હતી જેના આધારે મેઘપર પોલીસે દરોડો પાડ્યો હતો.

જેમાં બંને સખ્સો રૂપિયા ૩૯,૬૬,૦૦૦ મેકડોનાલ્ડ બ્રાંડની ૭૯૩૨ બોટલ અની રૂપિયા ૭,૩૮,૦૦૦ની ઓલ સીજન બ્લેક કલેક્શન રિજર્વ વ્હીસ્કી ૧૪૭૬ બોટલ દારુ  અને રૂપિયા ૧૧,૩૪,૦૦૦ની રોયલ ચેલેંજર બ્રાંડનો ૨૨૬૮ બોટલ દારૂ રૂપિયા ૬૩,૩૩૦૦૦ની કીમતનો ૧૧૬૪૨ દારૂનો જથ્થા સહીત રૂપિયા ૫૮૩૮૦૦૦ની કીમતનો દારૂ  તેમજ રૂપિયા ૪૯૫૦૦૦ રૂપિયાની કીમતના બે વાહનો સહીત રૂપિયા ૬૩,૩૩,૦૦૦ની કીમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે બંને વાહનો અને ૫૮ લાખનો દારૂનો જથ્થો કબજે કર્યો છે. દારૂના આ પ્રકરણના મૂળ સુધી પહોચવા પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here