પરણિતાને મંગળસૂત્ર કરાવવું હતું, પરંતુ સસરાએ કહી એવી વાત કે યુવતીએ દવા ગટગટાવી

0
554

જામનગર તાલુકાના આલિયા ગામે રહેતી એક પરિણીતાને મંગળસૂત્ર કરાવવું હોય અને તેણીના સસરાએ ખેતીની મોસમ થાય પછી મંગળસૂત્ર કરાવી દઈશું તેમ કહેતા પરણિતાને ખોટું લાગી આવતા જંતુનાશક ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.

જામનગરનાં આલિયા ગામે રહેતા નિધીબેન આશિષ બઈ કાસુન્દ્રા નામની પરણિતાએ ને મંગળસૂત્ર કરાવવું હતું. પરંતુ તેના સસરા હરિભાઈએ કહ્યું કે ખેતીની મોસમ પૂરી થશે પછી એક બે મહિનાની અંદર મંગળસૂત્ર કરવી દેશું. પરંતુ નિધીબેન ને બે પાંચ દિવસ માં જ મંગળસૂત્ર કરાવવું હતું પરંતુ સસરાએ ખેતીના પૈસા આવ્યા બાદ કરાવી દેવાનું કહેતા આ વાતનું ખોટું લાગી આવતા નિધીબેને જંતુનાશક દવા ગટગટાવી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે તેણીનાં પતિ આશિષભાઈ એ પંચકોષીએ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here