જામનગર: જામજોધપુર તાલુકાના બાલવા ગામ તરફના રોડ પર સોમવારે સાંજે મીની ટ્રેક્ટરે ઠોકર મારતા અહીના આહીર સમાજના અગ્રણી પિતાના આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. પોલીસે નાશી ગયેલ ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના બાલવા ગામ તરફ જતા રોડ પર રાધે હોટલની સામે રોડ પર ગઈ કાલે ગઈ કાલે સાંજે જોરદાર અકસ્માત થયો હતો. જેમાં પુર ઝડપે દોડતા જીજે ૩૭ જે ૧૨૦૬ નંબરના મીની ટ્રેક્ટરના ચાલકે જીજે ૧૦ સીએફ ૪૯૩૦ નંબરના એકટીવાને ઠોકર મારી હતી.

આ બનાવમાં એકટીવા ચાલક પ્રિન્સ બારીયા એકટીવા પરથી ફંગોળાઈ ગયા હતા તેઓને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા કરી તથા ડાબા ગાલ પર તથા જમણા હાથના હથેળીના ભાગે તથા કમરનાં ભાગે છોલછાલની સહિતની ઇજાઓ પહોચી હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત નીપજાવી નાશી ગયેલ ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામજોધપુર પંથકના આહીર અગ્રણીના પુત્રના અવસાનના પગલે સમાજ સહિત તાલુકા ભરમાં શોકનું મોજું પ્રશરી ગયું છે.