જામનગર: ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ રિલીજ થતા જ દેશભરમાં દેશ પ્રેમનું મોજુ ફરી વળ્યું છે. અનોખી પ્રેરણા અને દેશ દાઝ જગાવતી આ ફિલ્મ વધુ લોકો સુધી પહોચે તે માટે દેશભરના જુદા જુદા વ્યવસાયકારોએ અનોખી સ્કીમ લાગુ પાડી છે.જેમાં જામનગરના વકીલ પણ સહભાગી બન્યા છે.

જામનગરના ભાજપ લીગલ સેલના વકીલ ગીરીસ સરવૈયાએ અનોખી ઓફર રજુ કરી છે. જેમાં ધી કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોવા જાય એ લોકોને 15 દિવસ માટે તારીખ 20-03-2022 થી 05-04-2022 સુધી દસ્તાવેજ ફ્રિ માં કરી દેવાની માર્યાદિત ઓફર કરી છે. આ ઓફરનો લાભ લેવા માટે લેનારાઓ અને વેચનારાઓ બંન્ને પાસે ફિલ્મની ટિકિટો તથા સિનેમા હોલમાં લીધેલી સેલ્ફી જરૂરી છે.

સાથે સાથે વકીલના જણાવ્યા મુજબ જરૂરી ખર્ચ જેવો કે દસ્તાવેજી સ્ટેમ્પ., રજીસ્ટ્રેશન ચાર્જ., કોમ્પ્યુટર ચાર્જ., નોટરી ચાર્જ., ઝેરોક્ષ ચાર્જ વિગેરે જે તે પક્ષકારો એ ભોગવવાનો રહેશે. મત દસ્તાવેજની લીગલ ફી લેવામાં નહી આવે એમ સ્પષ્ટ કર્યું છે. ટિકિ નો બીજી વખત દુરુપયોગ ન થાય એટલે એક વખત દસ્તાવેજ નક્કી થાય તો ટીકીટ અને સેલ્ફી નો નાશ કરવાનો રહેશે. એમ પણ વકીલ દ્વારા કહેવાયું છે.