જાણીતા વિસ્તારની જુગાર કલબ પર એલસીબીની તરાપ

0
634

જામનગર : આમ પણ શહેરનો શંકર ટેકરી વિસ્તાર જુગાર માટે અળખામણો બની ગયો છે. વારે વારે પોલીસ દરોડામાં નાનામોટા જુગાર દરોડા છતાં અહીં ફરી જુગાર શરુ થઇ જાય છે. પોલીસ પણ સતત સક્રિય થઇ જુગારની બદીને નાથવા પ્રયાસ કરે છે. ગઈ કાલે રાત્રે આ જ વીસ્તારમાં રહેતો અનવર ઉર્ફે અનુ બાપુ અને હબીબ ખફી નામના સખ્સો પોતાના ઘરે બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોવાની એલસીબી પોલીસના અશોક સોલકી, નિર્મલસિંહ, ખીમભાઈ ભોચીયાને મળેલ બાતમીના આધારે સમગ્ર સ્ટાફે દરોડો પાડ્યો હતો. જેમાં બંધ મકાનમાં ઘોડી પાસા ફેકી જુગાર રમતા ભાવેશભાઇ મહેશભાઇ હરવાણી, જાવેદ ઉર્ફે જાવલો અલીમામદ બ્લોચ, અમીર ઉર્ફે સીકંદર ઉર્ફે સીકલો ફીરોજભાઇ સાટી, સદામ મુસાભાઇ ખીરા, દિનેશ મેરામભાઇ ધામેચા, રવજી નારણભાઇ વાધોણા, અશોક ઉર્ફે મીર્ચી ખટાઉમલ મંગે, કાસમ જુમાભાઇ ખફી, ફીરોજ કાસમભા કુરેશી, અલ્તાફ મામદભાઇ ઇદી, ભરત ઉર્ફે ભીખો વજશીભાઇ ડાંગર નામાંનાસા સખ્સોને આંતરી લીધા હતા. પોલીસે આ તમામ સખ્સોના કબજામાંથી રૂપિયા ૪.૪૦ લાખ અને દસ મોબાઈલ ફોન સહીત રૂપિયા ૪.૭૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે સંચાલક અનવર ઉર્ફે અનુબાપુ સૈયદ અને રજાક ગુલમામદ ખફી નામના બંને સખ્સો હાજર નહિ  મળતા ફરાર જાહેર કરાયા હતા. આ કાર્યવાહી એલસીબીના ઇન્ચાર્જ ઇન્ચાર્જ પીઆઈ કે.કે.ગોહિલની સુચનાથી પી.એસ.આઇ. આર.બી. ગોજીયા તથા સ્ટાફના જયુભા ઝાલા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, રામજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલાવડીયા, અશ્ર્વિનભાઇ ગંઢા, ફીરોજભાઇ દલ, અશોક સોલંકી, વનરાજ મકવાણા, ખીમભાઇ ભોચીયા, હિરેન વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, નિર્મળસિંહ જાડેજા, પ્રતાપભાઇ ખાચર, નિર્મળસિંહ જાડેજા, સંજયસિંહ વાળા, મિતેશ પટેલ, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, લખમણ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા અને અરવિંદગીરી સહિતના સ્ટાફે કામગીરી પાર પાડી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here