જામનગર: જિલ્લાની પ્રથમ વિધાનસભાની કેવી હતી સામાન્ય ચૂંટણી?

0
2739

જામનગર અપડેટસ્ દ્વારા વિધાનસભાની ચૂંટણીઓને લઈને આજથી નવો અધ્યાય શરૂ કર્યો છે. રાજ્યની 13 વિધાનસભાની યોજાયેલી ચૂંટણીઓમાં જામનગર જિલ્લાની તમામ બેઠકોનું મુદ્દાસર અને આંકડાકીય વિશ્લેષણ રજૂ કરવામાં આવશે. અહીં દરરોજ એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવશે. 14 મી વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે તમામ વિધાનસભાની જામનગર જિલ્લાની ચૂંટણીઓનું વિહંગાવલોકન પ્રસ્તુત કરાશે

પ્રથમ વિધાનસભાનું ગણિત

19, ફેબ્રુઆરી 1962માં ગુજરાત વિધાનસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજાઇ હતી. જેમાં કુલ 154 બેઠકો માટે કુલ 10 પાર્ટીઓ મેદાને હતી. જેમાં આજનું ભાજપ એટલે કે જનસંઘ અને કોંગ્રેસ તેમજ પ્રજા સોશિયલિસ્ટ પાર્ટી સહિતની પાર્ટીઓનો સમાવેશ થાય છે. પરિણામની વાત કરવામાં આવે તો કુલ 154 બેઠકોમાંથી 113 બેઠકો મેળવી કોંગ્રેસે પ્રથમ વખત ગુજરાતની સતા સંભાળી હતી. જામનગર જિલ્લાની વાત કરીએ તો પ્રથમ વિધાનસભામાં કુલ છ બેઠકો પૈકી પાંચ બેઠકો પર કોંગ્રેસ અને એક બેઠક અપક્ષના ફાળે ગઈ હતી.

ગુજરાત રાજ્યની પ્રથમ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં 154 બેઠકો માટે 519 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. કુલ 10 પાર્ટીના આ ઉમેદવારોમાંથી કોંગ્રેસના 113 ઉમેદવારોએ ધીંગી બહુમતી સાથે પ્રથમ વખત ગુજરાતની સત્તા સંભાળી હતી. વાત જામનગરની કરવામાં આવે તો જામનગર, જોડીયા, કાલાવડ, જામજોધપુર ખંભાળિયા અને દ્વારકા એમ કુલ છ બેઠકનો સમાવેશ કરાયો હતો.

પ્રથમ વિધાનસભાની ચૂંટણીઓમાં કઈ કઈ પાર્ટીઓ મેદાને આવી?

INC- ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, REP -રિપબ્લિકન, NJP-નૂતન મહાગુજરાત જનતા પરિષદ , JS- જનસંઘ, SWA- સ્વતંત્ર, HMS-હિન્દૂ મહાસભા, PSP-પ્રજા સોશ્યલિસ્ટ પાર્ટી,

કઈ બેઠક પર કેટલું મતદાન થયું ?

19 ફેબ્રુઆરી 1962 ના રોજ યોજાયેલી વિધાનસભાની પ્રથમ ચૂંટણીમાં જામનગર જિલ્લાની કુલ છ બેઠકો પર 42.75 ટકા સરેરાશ મતદાન થયું હતું. જેમાં જોડિયામાં 50 38 ટકા, જામનગરમાં 50.27% ,કાલાવડમાં 36.72%, જામજોધપુરમાં 39.65% ખંભાળિયામાં 34.96 ટકા અને દ્વારકા બેઠક પર 44.56 ટકા મતદાન થયું હતું. આમ જોડિયા બેઠક પર સૌથી વધુ મતદાન નોંધાયું હતું. જ્યારે ખંભાળિયા બેઠક પર સૌથી ઓછું મતદાન થયું હતું.

કઈ બેઠક પર કોણ વિજેતા ?

જોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર નારણદાસ પીતાંબરભાઈ વિજેતા બન્યા હતા. જ્યારે અન્ય પાંચેય બેઠકો કોંગ્રેસે કબજે કરી હતી. જેમાં જામનગરની બેઠક પર મહિલા ઉમેદવાર મંજુલાબેન જયંતીલાલ દવે, કાલાવડ બેઠક પર ભાણજીભાઈ ભીમજીભાઇ દુધાગરા, જામજોધપુર બેઠક પર નાનજીભાઈ દેવજીભાઈ સીણોજીયા, ખંભાળિયા બેઠક પર હરિલાલ રામજીભાઈ નકુમ અને દ્વારકા બેઠક પર હરિદાસ જમનાદાસ કાનાણી વિજેતા થયા હતા. સૌથી ઊડીને આંખે વળગે એવી વાત નથી કે આજના ભાજપ એટલે કે જે તે સમયના જનસંઘે કુલ 26 ઉમેદવારોને રાજ્યભરમાં ચૂંટણી લડી હતી પરંતુ એક પણ ઉમેદવાર વિજેતા બન્યો ન હતો. જો કે વોટ શેરની વાત કરવામાં આવે તો જનસંઘને 7.64 ટકા મત મળ્યા હતા. જ્યારે ધીંગી બહુમતી સાથે 50% વોટ કોંગ્રેસને મળ્યા હતા.

જોડિયા બેઠક

કેટલા મતદારો ? કેટલું મતદાન થયું?

પ્રથમ વિધાનસભાના જામનગર જિલ્લાના ચિત્રની વાત કરવામાં આવે તો જોડિયા બેઠક પર કુલ 53,458 મતદારો નોંધાયા હતા. જે પૈકીના 26,930 મતદારોએ મતદાન કર્યું હતું. આમ જોડિયા બેઠક પર 50.38% મતદાન થયું હતું ઉડીને આંખે વળગે એવી વાત એ હતી કે આ મતદાન પૈકી 6.28% મત એટલે કે 1,692 મત હૃદ થયા હતા.

કોની કોની વચ્ચે જંગ ?કોણે મેદાન માર્યું?

જોડીયા બેઠક પર કોંગ્રેસ અને અપક્ષ અને આરઇપી પાર્ટીના ત્રણ ઉમેદવારો વચ્ચે ખરા-ખરીનો જંગ ખેલાયો હતો. જેમાં અપક્ષ ઉમેદવાર નારણદાસ પીતાંબરભાઈ રોપટને 12859 અને તેના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર કાંતિલાલ પ્રેમચંદભાઈ શાહને 11,277 મત મળ્યા હતા. આમ અપક્ષ ઉમેદવાર નારણદાસનો 1582 મતથી વિજય થયો હતો. જે માન્ય મત ના 6.27 ટકા મત દર્શાવે છે. જ્યારે આ બેઠક પર આરીપી ના ઉમેદવાર શિવજી કરસનભાઈ ચંદ્રપાલ ને 1102 મત મળ્યા હતા

21-જામનગર

કેટલા મતદારો ? કેટલું મતદાન થયું?

21 જામનગર વિધાનસભા બેઠકની પ્રથમ સામાન્ય ચૂંટણીની વાત કરવામાં આવે તો આ બેઠક પર 64,868 મતદારો નોંધાયા હતા જે પૈકી 32,612 મતદારોએ 50.27 ટકા મતદાન કર્યું હતું. જે પૈકી 5.78% એટલે કે 1884 મત રદ થયા હતા.

કોની કોની વચ્ચે જંગ ?કોણે મેદાન માર્યું?

આ બેઠક પર કુલ 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો.કોંગ્રેસ અને એન જે પી એટલે કે નૂતન મહાગુજરાત જનતા પરિષદ પાર્ટીના ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો.
જેમાં કોંગ્રેસના મંજુલાબેન જયંતીલાલ દવેને 12,614 અને એનજેપીના શાંતિલાલ હેમચંદભાઈ વશાને 12056 મત મળ્યા હતા. આમ આ બેઠક પર કોંગ્રેસના મંજુલાબેનનો 558 મતથી વિજય થયો હતો.
જ્યારે અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો અપક્ષ ઇબ્રાહીમ મુસા કુરેશીને 2444 મત, ફતેચંદ પોહુસિંઘ દુદાણીને 230 મત, જેએસના મેઘજી જેઠા ચૌહાણને 2144 મત, સ્વરાજ પાર્ટીના વિનોદ રાય ભગવાનદાસ શેઠને 1045 મત અને એચએમએસના કાનજી વાલજી પડાલીયાને 195 મત મળ્યા હતા

22 કાલાવડ વિધાનસભા

કેટલા મતદારો ? કેટલું મતદાન થયું?

જામનગર જિલ્લાની કાલાવડ વિધાનસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીની વાત કરવામાં આવે તો કુલ 74,810 મતદારો નોંધાયા હતા જેમાંથી માત્ર 27,470 મતદારોએ પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કર્યો હતો. આ બેઠક પર માત્ર 36.72 ટકા મતદાન થયું હતું. જે મતદાન થયું તેમાંથી 1952 મત રદ થયા હતા એટલે કે 7.11 ટકા મતદારોના મત ક્ષતિગ્રસ્ત જાહેર થયા હતા.

કોની કોની વચ્ચે જંગ ?કોણે મેદાન માર્યું?

જામનગર જિલ્લાની પ્રથમ વિધાનસભાની આ બેઠક પર પાંચ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થઈ હતી. જેમાં કોંગ્રેસના ભાણજીભાઈ ભીમજીભાઇ દુધાગરાનો ભવ્ય વિજય થયો હતો વિજેતા બનેલા ભાણજીભાઈ ને 16,386 મત જ્યારે તેની નજીકના સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર દિગ્વિજયસિંહજી હમીરસિંહજી જાડેજાને માત્ર 4355 મત મળ્યા હતા. આમ કોંગ્રેસના ભાણજીભાઈનો 12031 મતથી વિજય થયો હતો.
જ્યારે એનજેપી ના ભીખુભાઈ દેસલભાઈ વાઘેલાને 2687 મત, અમૃતલાલ મગનજીભાઈ ભટ્ટને 1358 મત અને લાલજીભાઈ ગોવિંદભાઈ વસોયા ને 732 મત મળ્યા હતા.
વિજેતા બનેલા ભાણજીભાઈ ની લોકપ્રિયતા એના પરથી આંકી શકાય છે કે તેઓને કુલ મત પૈકીના 64 ટકા મત મળ્યા હતા. જ્યારે અન્ય તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઈ ગઈ હતી.

23 જામજોધપુર વિધાનસભા

કેટલા મતદાર ?કેટલું મતદાન થયું?

જામજોધપુર વિધાનસભામાં વર્ષ 1962 માં કુલ 57,717 મતદારો નોંધાયા હતા. જે પૈકી 2283 મતદારોએ કુલ 39.65 ટકા મતદાન કર્યું હતું. આ બેઠક પર કુલ 1341 મત રદ થયા હતા. જે કુલ મતદાનના 5.86% મત સૂચવે છે.

કોની કોની વચ્ચે જંગ ?કોણે મેદાન માર્યું?

આ બેઠક પર માત્ર બે જ ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા થઈ હતી. કોંગ્રેસ અને સ્વતંત્ર પાર્ટી વચ્ચે સીધી હરીફાઈ થઈ હતી તેમાં કોંગ્રેસના ઉમેદવાર નાનજીભાઈ દેવજીભાઈ સીણોજીયાનો વિજય થયો હતો નાનજીભાઈ ને કોલ 16,563 મત મળ્યા હતા ત્યારે સ્વતંત્ર પાર્ટીના નવલશંકર ભગવાનજીભાઈ જોશીને 4,979 મત મળ્યા હતા. આમ નાનજીભાઈ નો 11,584 મતથી વિજય થયો હતો જે કુલ મતદાનના 53.77% વોટ શેર દર્શાવે છે.

24 ખંભાળિયા વિધાનસભા

કેટલા મતદાર ?કેટલું મતદાન થયું?

પ્રથમ વિધાનસભા ની ખંભાળિયા બેઠક પર કુલ 61,966 મતદારો નોંધાયા હતા. આ મતદારો પૈકી 21,66 મતદારોએ 34.96 ટકા મતદાન કર્યું હતું જેમાંથી 1517 મત રદ થયા હતા. જે કુલ મતદાનના 7% મત દર્શાવે છે.

કોની કોની વચ્ચે જંગ ?કોણે મેદાન માર્યું?

ખંભાળિયા વિધાનસભાની પ્રથમ ચૂંટણીમાં ત્રણ ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસે બાજી મારી હતી. આ બેઠક પર કોંગ્રેસના હરિલાલભાઈ રામજીભાઈ નકુમ અને તેના નજીકના પ્રજા સોસીયાલિસ્ટ પાર્ટી પીએસપી પ્રતિસ્પર્ધી ઉમેદવાર દ્વારકાસ વિઠ્ઠલદાસ બારાઇ ને પરાજય આપ્યો હતો કોંગ્રેસના હરિલાલને 13,593 અને psp ના દ્વારકેશ ભાઈને 5439 મત મળ્યા હતા. આમ કોંગ્રેસના ઉમેદવારનો 8,154 મતથી વિજય થયો હતો તે કુલ મતદાનના 40.47% દર્શાવે છે. જ્યારે સુરજ પાર્ટીના રણછોડદાસ પરસોતમ ભટ્ટને 1117 મત મળ્યા હતા.

25 દ્વારકા વિધાનસભા બેઠક

કેટલા મતદાર ?કેટલું મતદાન થયું?

પ્રથમ વિધાનસભા ની સામાન્ય ચૂંટણીઓમાં દ્વારકા બેઠકની વાત કરવામાં આવે તો કુલ 56,148 મતદારો નોંધાયા હતા જે પૈકી 25022 મતદારોએ મતદાન કર્યું હતું જે કુલ મતદાનના 44.56 ટકા દર્શાવે છે કુલ મતદાન ના 1384 મત રદ થયા હતા જે કુલ મતદાનના 5.53 ટકા દર્શાવે છે.

કોની કોની વચ્ચે જંગ ?કોણે મેદાન માર્યું?

આ બેઠક પર ચાર ઉમેદવારો વચ્ચે ટક્કર થઈ હતી. કોંગ્રેસના હરીદાસ જમનાદાસ કાનાણી અને અપક્ષ રામભાઈ કારાભાઈ આહીર વચ્ચે જંગ ખેલાયો હતો જેમાં હરીદાસભાઇનો તોતિંગ બહુમતીથી વિજય થયો હતો. વિજેતા હરિદાસભાઈ ને 15,313 મત મળ્યા હતા. જ્યારે અપક્ષ રામભાઈ ને 5445 મત મળ્યા હતા. આમ કોંગ્રેસના હરદાસભાઇનો 9,368 મતથી વિજય થયો હતો જે માન્ય મતદાનના 39.63% મત દર્શાવે છે.
જ્યારે સ્વરાજ પાર્ટીના રમણલાલ ભુદરજી ઠાકરને 2045 માં મળ્યા હતા આ ઉપરાંત અપક્ષ શિવલાલ જમનાદાસ ઠાકર ને 335 મત મળ્યા હતા.

કઈ બેઠક પર કેટલા ઉમેદવાર ? કોને કેટલા મત મળ્યા ? જિલ્લામાં કોની બહુમતી ?

પ્રથમ વિધાનસભામાં જામનગર જિલ્લા અને કુલ છ બેઠકો ફાળવવામાં આવી હતી . આ તમામ બેઠકો પર 24 ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા થઇ હતી. જેમાં કોંગ્રેસને પાંચ બેઠકો મળી હતી જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા થયા હતા.

20 જોડિયા વિધાનસભા બેઠક

જોડીયા બેઠક પર ત્રણ ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા થઇ હતી જેમાં અપક્ષ ઉમેદવારે બાજુ મારી હતી. કોંગ્રેસના કાંતિલાલ પ્રેમચંદભાઈ શાહને 11,277 જ્યારે rep ના શિવજી કરસનચંદ્ર પાલને 1102 મત મળ્યા હતા? તો વિજેતા બનેલા અપક્ષ ઉમેદવાર નારણદાસ પીતાંબરભાઈ રોપટને 12,859 મત મળ્યા હતા. આ બેઠક પર કુલ 50.38% મતદાન થયું હતું.

21 જામનગર વિધાનસભા બેઠક

જામનગર બેઠક પર કુલ સાત ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થઇ હતી જેમાં કોંગ્રેસના મંજુલાબેન જયંતીલાલ દવેનો વિજય થયો હતો જિલ્લાના પ્રથમ મહિલા વિજેતા ઉમેદવારને 12614 મત એનજેપીના શાંતિલાલ હેમચંદભાઈ વસા ને 12056 મત અપક્ષ ઉભેલા ઈબ્રાહીમભાઇ મુસાભાઇ કુરેશીને 2444 મત, જે એસ પાર્ટીના મેઘજી જેઠાભાઈ ચૌહાણને 2144 મત, જ્યારે સ્વતંત્ર પાર્ટીના વિનોદરાય ભગવાનદાસ શેઠને 1045 મત, અપક્ષ દાવેદારી નોંધાવનાર ફતેહચંદ પોહુસીંગને 230 મત, એચ એમ એસ પાર્ટીના કાનજી વાલજી પાડલીયાને 195 મત મળ્યા હતા.

22 કાલાવડવિધાનસભા બેઠક

આ બેઠક પર કુલ પાંચ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થઇ હતી જેમાં કોંગ્રેસના ભાણજીભાઈ ભીમજીભાઇ દુધાગરા નો વિજય થયો હતો તેઓને કુલ 16,386 મત મળ્યા હતા જ્યારે તેમના નજીકના પ્રતિસ્પર્ધી સ્વતંત્ર પાર્ટીના દિગ્વિજયસિંહ હમીરસિંહ જાડેજા ને 4355 મત એનજેપીના ભીખુભાઈ દેસલભાઈ વાઘેલાને 2687 મત જ્યારે અપક્ષ અમૃતલાલ મકનજી ભટ્ટને 1358 મત અને લાલજી ગોવિંદભાઈ વસોયા ને 732 મત મળ્યા હતા આ બેઠક પર કુલ 36.72 ટકા મતદાન થયું હતું.

23 જામજોધપુર વિધાનસભા બેઠક

આ બેઠક પર કોંગ્રેસ અને સ્વતંત્ર પાર્ટી વચ્ચે સ્થિતિ સ્પર્ધા થઇ હતી બે ઉમેદવારો વચ્ચે ખેલાયેલા જંગમાં કોંગ્રેસના નાનજીભાઈ દેવજીભાઈ સીણોજીયા નો વિજય થયો હતો જ્યારે તેઓના પ્રતિસ્પર્ધી સ્વતંત્ર પાર્ટીના નવલશંકર ભગવાનજીભાઈ જોશી નો 12000 ઉપરાંત મતથી પરાજય થયો હતો. આ બેઠક પર 39.65 ટકા મતદાન થયું હતું

24 ખંભાળિયા વિધાનસભાબેઠક

જામનગર જિલ્લાની ખંભાળિયા બેઠક પર ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના હરિલાલ રામજી નકુમને 13,593 મત પીએસપીના દ્વારકા વિઠ્ઠલદાસ બારાઈને 5439 મત રણછોડલાલ પરસોતમ ભટ્ટને 1117 મત મળ્યા હતા આ બેઠક પર 34.96% મતદાન થયું હતું.

25 દ્વારકા વિધાનસભા બેઠક

આ બેઠક પર ચાર ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા થઇ હતી જેમાં કોંગ્રેસના હરીદાસ જમનાદાસ કાનાણીને 15,313 મત રામભાઈ કારાભાઈ આહીરને 5945 મત રમણલાલ ભુદરજી ઠાકરને 2045 મત, શિવલાલ ઠાકરને 335 મત મળ્યા હતા આ બેઠક પર કુલ 44.56 ટકા મતદાન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here