જામનગર: શહેરની આ બેઠકના આપના ઉમેદવાર છે કંગાળ

0
674

જામનગર જીલ્લાની પાંચ પૈકીની એક એવી ભાજપની સ્યોર કહી શકાય એવી બેઠક હોય તો તે છે જામનગર દક્ષીણ બેઠક, અહી ભાજપાએ પૂર્વ કૃષિ મંત્રી આર સી ફળદુની જગ્યાએ ત્રણ વખતના નગરસેવક અને ફળદુના જ નજીકના ગણાતા દીવ્યેસ અકબરી પર પસંદગી ઉતારી છે. તો સામે ઉમેદવાર જાહેર થતા પૂર્વે ખુદ કોંગ્રેસના કાર્યકરો પણ ઓળખતા નહતા એવા નવા યુવા પરંતુ નવા નિશાળિયાને મેદાને ઉતારી પોતાના પગ પર કુહાડી જીકી દીધી હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. જયારે ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટીએ પોતાના યુવા ઉમેદવાર પર પસંદગી થોપી છે. આ ત્રણેય ઉમેદવાર અંગેની તમામ વિગતો અત્રે પ્રસ્તુત કરી છે.

૭૯ જામનગર દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર

નામ: દિવ્યેશ અકબરી

ઉંમર: 44 વર્ષીય

વ્યવસાય: બ્રાસપાર્ટનો વેપાર.

અભ્યાસ: એસવાય બીકોમ.

ગુનાઓ: એક પણ ગુનો નથી નોંધાયેલ.

જંગમ મિલકત – 194,67,354

સ્થાવર- 55,08,622

કુલ – અંદાજે અઢી કરોડ.

જામનગર દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર

નામ: મનોજ કથિરીયા

ઉંમર: 43 વર્ષીય

વ્યવસાય: વેપાર.

અભ્યાસ: ધોરણ 9 પાસ .

ગુનાઓ: એક પણ ગુના નોંધાયેલ નથી.

જંગમ મિલકત – 4,57,84,799

સ્થાવર મિલકત- 12,05,03,900

કુલ- સાડા 16 કરોડની મિલકત.

જામનગર દક્ષિણ કોંગ્રેસના ઉમેદવાર.

નામ: વિશાલ ત્યાગી

ઉંમર: 33 વર્ષીય

અભ્યાસ: ધોરણ 12 પાસ

વ્યવસાય: વેપાર

ગુનાઓ: એક પણ ગુનો નથી.

જંગમ મિલકત- 13,10,000

સ્થાવર મિલકત – એક પણ સ્થાવર મિલકતના માલિક નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here