જામનગર: કઈ બેઠક પર કોણ લડશે ચૂંટણી? ચિત્ર સ્પષ્ટ, આ રહ્યા ઉમેદવારો

0
961

જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર ઉમેદવારોને લઈને ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે જિલ્લાની પાંચ બેઠકોની વાત કરવામાં આવે તો, હવે 45 ઉમેદવારો મેદાને છે, જેમાં સૌથી વધુ 14 ઉમેદવારો જામનગર દક્ષિણ બેઠક પર છે. જ્યારે સૌથી ઓછા પાંચ ઉમેદવારો કાલાવડ બેઠક પર ચૂંટણી જંગના મેદાને છે. પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તે જામનગર ગ્રામ્ય બેઠક પર છ ઉમેદવારો મેદાન છે. જ્યારે જામજોધપુર વિધાનસભા બેઠક પર ભાજપ તરફથી વધુ એક વખત ચૂંટણી લડી રહેલા પૂર્વ કૃષિ મંત્રી ચીમનભાઈ સાપરિયા સહિતના નવ ઉમેદવારો ચૂંટણી જંગના મેદાને ઉતર્યા છે. બીજી તરફ જિલ્લાના રાજકારણમાં પ્રથમ વખત ક્રિકેટ ઉમેરાયું છે. જામનગર ઉત્તર બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ભાજપ તરફથી ઉમેદવાર જાહેર કરાયા છે. આ બેઠક પર 11 ઉમેદવારો મેદાનમાં છે. જિલ્લામાં કુલ 145 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 66 ફોર્મ માન્ય રહ્યા હતા. અન્ય ઉમેદવારી પત્રો રદ થયા હતા. જ્યારે 51 ઉમેદવારોએ પોતાની દાવેદારી પરત ખેચી લીધા બાદ હવે 45 ઉમેદવારો મેદાન છે.

76 કાલાવડ બેઠક પરના ઉમેદવારો

 1. ચાવડા મેઘજીભાઈ અમરાભાઇ, ભાજપ
 2. ચૌહાણ મહેન્દ્રભાઈ દિનેશભાઈ, બસપા
 3. પ્રવીણ નરસિંહભાઈ મુસડીયા, કોંગ્રેસ
 4. ડોક્ટર જીગ્નેશ સોલંકી, આમ આદમી પાર્ટી
 5. ચૌહાણ પ્રવીણ દાનાભાઈ, અપક્ષ

77 જામનગર ગ્રામ્ય બેઠક

 1. કાસમ નુરમહંમદ ખફી, બસપા
 2. આહિર જીવણભાઈ કુંભારવડિયા, કોંગ્રેસ
 3. પટેલ રાઘવજી હંસરાજભાઈ, ભાજપા
 4. પ્રકાશ ધીરુભાઈ દોંગા, આપ
 5. ચાન્દ્રા ધર્મેન્દ્ર ધીરજલાલ, અપક્ષ
 6. ભુરાલાલ મેઘજીભાઈ પરમાર, અપક્ષ

78 જામનગર ઉત્તર બેઠક

 1. એડવોકેટ જગદીશ માણસી ગઢવી, બસપા
 2. બિપેન્દ્રસિંહ ચતુરસિંહ જાડેજા કોંગ્રેસ
 3. રિવાબા રવિન્દ્ર સિંહ જાડેજા,ભાજપા
 4. કરશનભાઈ કરમુર, આમ આદમી પાર્ટી
 5. અનવર દાઉદ કકલ, અપક્ષ
 6. કેર રહીમ ઓસમાણ, અપક્ષ
 7. ચાવડા અશોક નાથાભાઈ અપક્ષ
 8. જાહિદ આવદભાઈ જામી, અપક્ષ
 9. મલેક આદિલ રસીદભાઈ મિયા, અપક્ષ
 10. આમીન રહીમભાઈ, અપક્ષ
 11. હીનાબેન દેપાભાઈ મકવાણા

79 જામનગર દક્ષિણ બેઠક

 1. અકબરી દિવ્યેશભાઈ રણછોડભાઈ, ભાજપા
 2. કથીરિયા મનોજભાઈ ગોરધનભાઈ, કોંગ્રેસ
 3. મકુબેન કિશોરભાઈ રાઠોડ, બસપા
 4. કમલેશકુમાર જયંતીલાલ હિરપરા, ભારતીય નેશનલ જનતાદલ
 5. ગોહેલ મુકેશ વજુભાઈ ગુજરાત નવનિર્માણ સેના
 6. વિશાલ રાજબલ ત્યાગી આમ આદમી પાર્ટી
 7. અફઝલ મામદભાઈ ભાયા, અપક્ષ
 8. અલીમહમદ ઈશાખ પાલાણી, અપક્ષ
 9. કાદરી મહમદ હુસેન આરીફ મીયા, અપક્ષ
 10. ચૌહાણ જુનેદ અબ્દુલ રજાક, અપક્ષ
 11. ચૌહાણ ભરતભાઈ મોહનભાઈ, અપક્ષ
 12. જીતેશ બાબુભાઈ રાઠોડ, અપક્ષ
 13. પટણી ચંદ્રકાંત મોહનલાલ, અપક્ષ
 14. પરમાર અર્જુનભાઈ કરસનભાઈ અપક્ષ

80 જામજોધપુર બેઠક

 1. કાલરીયા ચિરાગભાઈ રમેશભાઈ, કોંગ્રેસ
 2. ચીમનભાઈ સાપરિયા, ભાજપા
 3. આહિર હેમંતભાઈ હરદાસભાઇ, આમ આદમી પાર્ટી
 4. જુણેજા સમીરભાઈ ઈબ્રાહીમભાઇ, સમાજવાદી પાર્ટી
 5. અબુ ઉમર સીડા, અપક્ષ
 6. અંબાલાલ મનજીભાઈ વાવેચા, અપક્ષ
 7. જોશી અમિતભાઈ બાબુભાઈ, અપક્ષ
 8. પ્રવીણભાઈ વલ્લભભાઈ પટેલ, અપક્ષ
 9. બસીરભાઈ સુધીરભાઈ સમા, અપક્ષ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here