જામનગર: રાજ્યની બીજી વિધાનસભા ચૂંટણીમાં જિલ્લાનું ચિત્ર

0
2314

બીજી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ વર્ષ 1967માં 21 ફેબ્રુઆરીના રોજ યોજાઇ હતી. જેમાં મુખ્ય છ પાર્ટીઓ વચ્ચે જંગ ખેલાયો હતો. પ્રથમ વિધાનસભાની સાપેક્ષમાં આ વખતે 14 બેઠકોનો વધારો થતા કુલ 168 બેઠક પર સામાન્ય ચૂંટણી યોજાઈ હતી.

આ ચૂંટણીમાં કોંગ્રેસનો સેટ બેક થયો હતો. ગત વિધાનસભાની સરખામણીએ આ વખતે 93 બેઠક મળી હતી. જ્યારે સ્વતંત્ર પાર્ટીને 66 બેઠકો મળી હતી. જ્યારે એક બેઠક બીજેએસ અને ત્રણ બેઠકો પીએસપીને મળી હતી. સૌથી વધુ બેઠકો સાથે બહુમત પ્રાપ્ત કરનાર કોંગ્રેસે સરકાર બનાવી હતી.

નવા સીમાંકનમાં અલીયા બેઠક ઉમેરાઈ

બીજી વિધાનસભાની ચૂંટણી પૂર્વેના સીમાંકનમાં એક બેઠક ઉમેરાઈ હતી. જામનગર જિલ્લાની કુલ સાત બેઠકમાં જોડિયા બેઠક પરથી સ્વતંત્ર પાર્ટીના સીડી ઠાકોર અને જામનગર બેઠક પરથી એલ પટેલનો તેમજ જામજોધપુર બેઠક પરથી એનપી ભાણવડિયા અને ખંભાળિયા બેઠક પર ડીવી બારાઈનો વિજય થયો હતો. જામનગર જિલ્લાની સાત પૈકીની ચાર બેઠકો સ્વતંત્ર પાર્ટીએ કબજે કરી હતી. જ્યારે અલીયા બેઠક પર કોંગ્રેસના એસડી પટેલ, કાલાવડ બેઠક પર કોંગ્રેસના બી બી પટેલ અને દ્વારકા બેઠક પર કોંગ્રેસના કેજી રાયચૂરાનો વિજય થયો હતો.

જામનગર જિલ્લાનું ચિત્ર

જોડિયા બેઠકના લેખાજોખા

કેટલા મતદાર ? કેટલું મતદાન ?

બીજી વિધાનસભા ની જોડિયા બેઠક પર કુલ 60,635 મતદારો નોંધાયા હતા જેમાંથી 38,339 મતદારોએ 63.23% મતદાન કર્યું હતું. જોકે કુલ મતદાન પૈકી 1814 મત રદ થયા હતા. જે કુલ મતદાનના 4.73% મત દર્શાવે છે.

કોનો થયો વિજય ??

જિલ્લાની સાત પૈકીની 22 જોડિયા બેઠક પર કોંગ્રેસ અને સ્વતંત્ર પાર્ટી વચ્ચે જંગ ખેલાયો હતો. આ બેઠક પર ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં સ્વતંત્ર પાર્ટીના સીડી ઠાકોરને 18,257 અને કોંગ્રેસના ડીપી વ્યાસને 17878 મત મળ્યા હતા. આમ, સ્વતંત્ર પાર્ટીના સીડી ઠાકોર નો 379 મતથી વિજય થયો હતો. આ ઉપરાંત આ બેઠક પર અપક્ષ ઉમેદવાર પી.એલ ભીમાણીને 390 મત મળ્યા હતા.

23 જામનગર વિધાનસભા બેઠક

કેટલા મતદાર ? કેટલું મતદાન ?

23 જામનગર વિધાનસભા બેઠક પર કુલ 62068 મતદારો નોંધાયા હતા. આ મતદારો પૈકી 40009 મતદારોએ કુલ 64.44 ટકા મતદાન કર્યું હતું. કુલ થયેલા મતદાનમાંથી 3034 મત એટલે કે 7.58% મત રદ થયા હતા.

કોની કોની વચ્ચે ખેલાયો જંગ કોણ થયું વિજેતા?

આ બેઠક પર કુલ છ ઉમેદવારો વચ્ચે ચૂંટણી થઈ હતી. જેમાં સ્વતંત્ર પાર્ટી અને અપક્ષ વચ્ચે સીધી હરિફાઈ થઈ હતી. સ્વતંત્ર પાર્ટીના એલ પટેલને 19492 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી અપક્ષ એસ વસાને 8424 મત મળ્યા હતા. આમ સ્વતંત્ર પાર્ટીના એલ પટેલનો 11068 મતથી વિજય થયો હતો જે કુલ મતદાનના 29.93% મત દર્શાવે છે.
જ્યારે કોંગ્રેસના ઉમેદવાર એસ જે રાજાને 7754 મત, અન્ય અપક્ષ ઉમેદવારો પૈકી એસ પવારને 895 મત, આઈ કુરેશીને 348 મત અને કેવી ગોહિલને 62 મત મળ્યા હતા.

24 અલિયા વિધાનસભા બેઠક

કેટલા મતદારો ?કેટલું મતદાન થયું ?
બીજી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં અલિયા નવી બેઠક ઉમેરાઈ હતી જેમાં 58,158 મતદારો નોંધાયા હતા જે પૈકી 27953 મતદારોએ 48.06 ટકા મતદાન કર્યું હતું જ્યારે 2096 મત રદ થયા હતા જે કુલ મતદાનના 7.50% મત દર્શાવે છે.

કોની વચ્ચે થઈ સ્પર્ધા કોણ થયું વિજેતા?

આ બેઠક પર સાત ઉમેદવારો ધારાસભ્ય બનવા મેદાને ઉતર્યા હતા. જેમાં કોંગ્રેસ અને સ્વતંત્ર પાર્ટી વચ્ચે સીધી સ્પર્ધા થઈ હતી જેમાં કોંગ્રેસના એસડી પટેલનો વિજય થયો હતો. કોંગ્રેસના પટેલને 10,863 મત મળ્યા હતા જ્યારે સ્વરાજ પાર્ટીના એમબી જોશીને 9,296 મત મળ્યા હતા. આમ, પટેલનો 1567 મતથી વિજય થયો હતો. જે કુલ માન્ય મતદાનના ૬ ટકા મત દર્શાવે છે.
આ ઉપરાંત અપક્ષ તરીકે ચૂંટણી લડેલા બીડી વાઘેલાને 1710 મત પીએસપીના કે.આર પાટડિયા ને 1496 મત જ્યારે અપક્ષો પૈકીના એજે સિંધીને 1402 મત, એડી ચંદરિયાને 907 મત અને આરસી ત્રિવેદીને 183 મત મળ્યા હતા.

25 કાલાવડ વિધાનસભા બેઠક

કેટલા મતદારો કેટલા ટકા મતદાન થયું?

જામનગર જિલ્લાની કાલાવડ વિધાનસભા બેઠક પર બીજી સામાન્ય ચૂંટણીઓમાં કુલ 64,227 મતદારો નોંધાયા હતા. જેમાં થી કુલ 35,704 મતદારોએ 55.59 ટકા મતદાન કર્યું હતું. આ મતદાન પૈકી 2374 મત રદ થયા હતા. જે કુલ મતદાનના 6.5 ટકા મત દર્શાવે છે.

કોની વચ્ચે થઈ સ્પર્ધા ? કોણ થયું વિજેતા?

આ બેઠક પર ચાર ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થઈ હતી. કોંગ્રેસના બીબી પટેલનો તેના નજીકના પ્રતિસ્પર્ધી સ્વતંત્ર પાર્ટીના એસડી રવાણી સામે પાતળી બહુમતીથી વિજય થયો હતો. વિજેતા કોંગ્રેસના ઉમેદવાર પટેલને 16762 મત મળ્યા હતા જ્યારે તેના પ્રતિસ્પર્ધી રવાણીને 15,238 મત મળ્યા હતા. આમ, કોંગ્રેસના ઉમેદવારનો 1524 મતથી વિજય થયો હતો. જે કુલ મતદાનના 4.97 ટકા દર્શાવે છે. જ્યારે અપક્ષ ઉમેદવાર કેવી ગોહિલને 738 મત અને પીએસપીના એકે મહેતાને 592 મત મળ્યા હતા.

26 જામજોધપુર વિધાનસભા

કેટલા મતદારો કેટલા ટકા મતદાન થયું?

બીજી વિધાનસભાની સામાન્ય ચૂંટણીના જામજોધપુર બેઠક પર 53085 મતદારો નોંધાયા હતા. જેમાંથી 30980 મતદારોએ પોતાના ફરજ પૂરી કરી હતી. જ્યારે મતદાન પૈકીના 1643 મત રદ થયા હતા. જે કુલ મતદાનના 5.30% દર્શાવે છે.

કોની વચ્ચે થઈ સ્પર્ધા કોણ થયું વિજેતા?

જામજોધપુર બેઠક પણ ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી થઈ હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર એન ડી પટેલ અને સ્વતંત્ર પાર્ટીના એન પી ભાણવડીયા વચ્ચે જંગ ખેલાયો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસના એનડી પટેલને 12462 મત મળ્યા હતા, જ્યારે સ્વતંત્ર પાર્ટીના ભાણવડીયા 16394 મત મળ્યા હતા, આમ સ્વતંત્ર પાર્ટીના ભાણવડિયાનો 3842 મતથી વિજય થયો હતો. જે વેલીડ મતના 13.10% દર્શાવે છે. જ્યારે અન્ય બે પક્ષો પૈકી એમ મહેતાને 449 મત અને એચ.એમ તને 122 મત મળ્યા હતા.

27 ખંભાળિયા વિધાનસભા

કેટલા મતદારો? કેટલા ટકા મતદાન થયું?

બીજી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં ખંભાળિયા બેઠક પર કુલ 52,752 મતદારો નોંધાયા હતા જે પૈકીના 25,659 મતદારોએ પોતાની ફરજ બજાવી હતી. આ મતદાન પૈકી 1896 મતદારો એટલે કે કુલ મતદાનના 7.39% મત રદ થયા હતા.

કોની વચ્ચે થઈ સ્પર્ધા ? કોણ થયું વિજેતા?

આ બેઠક પર ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં સ્વરાજ પાર્ટીના ડીવી બારાઈને 9,382 મત જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવારે એચ આર નકુમને 8745 મત મળ્યા હતા. આ બેઠક પર સૌથી વધુ રસાકસીનો જંગ ખેલાયો હતો. જેમાં સ્વતંત્ર પાર્ટીના ઉમેદવારનો માત્ર 637 મતથી વિજય થયો હતો. જે કુલ મતદાનના 2.68% મત દર્શાવે છે.
જ્યારે બે અપક્ષ ઉમેદવાર પૈકીના પીએમ બારૈયાને 4,795 મત અને બી એમ દાવડાને 841 મત મળ્યા હતા. અપક્ષ ઉમેદવાર બારૈયાએ કોંગ્રેસની બાજી બગાડી નાખી હતી.

28 દ્વારકા વિધાનસભા

કેટલા મતદારો કેટલું થયું મતદાન?

બીજી વિધાનસભા ની સામાન્ય ચૂંટણીઓમાં જામનગર જિલ્લાની દ્વારકા બેઠક પર 63,449 મતદારો નોંધાયા હતા જે પૈકીના 32,729 મતદારોએ પોતાના મતનો ઉપયોગ કર્યો હતો આ બેઠક પર 2636 મત રદ થયા હતા જે કુલ મતદાનના આઠ ટકા દર્શાવે છે.

કોની વચ્ચે થઈ સ્પર્ધા ? કોણ થયું વિજેતા?

જામનગર જિલ્લાની દ્વારકા વિધાનસભા બેઠક પર કુલ પાંચ ઉમેદવારો વચ્ચે મતદાન થયું હતું. જેમાં કોંગ્રેસ અને સ્વતંત્ર પાર્ટી વચ્ચે સીધી સ્પર્ધા થઇ હતી. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેજી રાયચુરાને 10,298 મત મળ્યા હતા જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર આર કે માડમને 8954 મત મળ્યા હતા. આમ કોંગ્રેસના ઉમેદવાર રાયચુરાનો 1344 મતથી વિજય થયો હતો.
જ્યારે ત્રણ અપક્ષ પૈકીના mp પોપટને 8193 મત ડી એન જામને 2003 મત અને એનજી કોટેચા ને 645 મત મળ્યા હતા. પરિણામો દર્શાવે છે કે આર કે માડમની હાર પાછળ અપક્ષ ઉમેદવારો કારણભૂત બન્યા હતા.

કઈ બેઠક પર કેટલા ઉમેદવાર? કોને કેટલા મત મળ્યા ?

જામનગર જિલ્લાની સાત બેઠકો પર કુલ 33 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો આ જંગમાં કોંગ્રેસને ત્રણ અને સ્વતંત્ર પાર્ટીને ચાર બેઠકો મળી હતી.

22 જોડિયા
વર્ષ 1967ની બીજી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જોડિયા બેઠક પર કુલ ત્રણ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો જેમાં સ્વતંત્ર પાર્ટીના સીડી ઠાકોરને 18257 કોંગ્રેસના dp વ્યાસને 17878 અને સ્વતંત્ર એટલે કે અપક્ષ ઉમેદવાર પી એલ ભીમાણીને 390 મત મળ્યા હતા.

23 જામનગર
જામનગરની મહત્વની આ બેઠક પર કુલ છ ઉમેદવારોએ સ્પર્ધા થઈ હતી. જેમાં સ્વરાજ સ્વતંત્ર પાર્ટીના એલ પટેલને 19,492 મત અપક્ષ એસવશાને 8,424 મત જ્યારે કોંગ્રેસના એસ જે રાજા ને 7754 મત, અપક્ષ ઉમેદવારો એસ પવારને 895 મત, આઇ કુરેશીને 348 મત અને કેવી ગોહિલને 62 મત મળ્યા હતા. આ બેઠક પર 64.44 ટકા મતદાન થયું હતું.

24 અલિયા

આ બેઠક પર સાત ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં કોંગ્રેસના એચડી પટેલનો વિજય થયો હતો. તેઓને 10,863 મત જ્યારે સ્વતંત્ર પાર્ટીના એમબી જોશીને 9,296 મત, અપક્ષ બીડી વાઘેલાને 1710 મત, પીએસપીના કે આર પાટડીયાને 1496 મત, જ્યારે અપક્ષ એજે સિંધીને 1402 મત, એડી ચંદરિયા ને 9007 મત અને આરસી ત્રિવેદીને 183 મત મળ્યા હતા આ બેઠક પર કુલ 48.06 ટકા મતદાન થયું હતું.

25 કાલાવડ

આ બેઠક પર ચાર ઉમેદવારો વચ્ચે સીધો જંગ ફેલાયો હતો જેમાં કોંગ્રેસના બીબી પટેલનો વિજય થયો હતો પટેલને 16762 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના સ્વતંત્ર પાર્ટીના હરીફ ઉમેદવાર એસડી રવાણી ને 15238 મત મળ્યા હતા. જ્યારે અપક્ષ કેવી ગોહિલને 738 મત અને પીએસપી ના એકે મહેતાને 592 મત મળ્યા હતા. આ બેઠક પર 55.59 ટકા મતદાન થયું હતું.

26 જામજોધપુર બેઠક

આ બેઠક પર ચાર ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા થઈ હતી જેમાં સ્વતંત્ર પાર્ટીએ મેદાન માર્યું હતું. સ્વતંત્ર પાર્ટીના એનપી ભાણવડિયાનો વિજય થયો હતો. તેઓને 16,304 મત જ્યારે કોંગ્રેસના એન.ડી.પટેલને 12,462 મત અને અપક્ષ એમ મહેતાને 449 તેમજ એચ.એમ તન્ના ને 122 મત મળ્યા હતા. આ બેઠક પર કુલ 58.36% મતદાન થયું હતું

27 ખંભાળિયા

આ બેઠક પર કુલ ચાર ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં સ્વતંત્ર પાર્ટીના ડીવી બારાઈને 9,382 મત મળ્યા હતા અને તેઓનો વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસના એચ આર નકુમને 8745 મત જ્યારે બે અપક્ષો પીએમ બારૈયાને 4795 મત, બી એમ દાવડાને 841 મત મળ્યા હતા. આ બેઠક પર કુલ 48.64 ટકા મતદાન થયું હતું.

28 દ્વારકા

બીજી વિધાનસભાની દ્વારકા બેઠક પર કુલ પાંચ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થઇ હતી જેમાં કોંગ્રેસે બાજી મારી હતી. કોંગ્રેસના કેજી રાયચુરાને 10298 મત મળ્યા હતા જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી સ્વતંત્ર પાર્ટીના આર.કે માડમને 8954 મત જ્યારે અપક્ષ એનપી પોપટને 8193 મત, ડી એન જામને 2003 મત અને એનજી કોટેચા ને 645 મત મળ્યા હતા. આ બેઠક પર કુલ ૫૧.૫૮ ટકા મતદાન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here